Last Updated on by Sampurna Samachar
બિહાર બાદ પશ્ચિમ બંગાળમાં પણ વોટર લિસ્ટ વેરિફિકેશ
નકલી અને બિન-નાગરિક મતદારોને દૂર કરવાનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના ચૂંટણી પંચે (ECI) પશ્ચિમ બંગાળમાં વર્ષ ૨૦૨૬ ની વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની યોજના બનાવી છે. બિહારમાં મતદાર યાદી સુધારણા પછી હવે આ પ્રક્રિયા પશ્ચિમ બંગાળ સહિત આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરી જેવા રાજ્યોમાં લાગુ થવાની તૈયારીમાં છે. જોકે, વિપક્ષી પક્ષ અને નિષ્ણાતોએ આ પગલાના સમય અને પ્રક્રિયા અંગે ઘણાં પ્રશ્નો ઊભા કર્યા છે, જેના કારણે ચૂંટણી પંચના આ ર્નિણય પર વિવાદ સર્જાયો છે.
ચૂંટણી પંચે તાજેતરમાં બિહારમાં વોટર લિસ્ટ વેરિફિકેશનું કામ શરૂ કર્યું છે, જેનો હેતુ યાદીમાંથી નકલી અને બિન-નાગરિક મતદારોને દૂર કરવાનો છે. આ પ્રક્રિયા હેઠળ, ઘરે ઘરે જઈને મતદારોની ચકાસણી કરવામાં આવી રહી છે. બિહારમાં વિરોધ પક્ષોએ આ ઝુંબેશનો જોરદાર વિરોધ કર્યો હતો અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે એવું લાગે છે કે બિહાર મોડેલ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે, જેમાં પશ્ચિમ બંગાળ આગામી મુખ્ય રાજ્ય હશે.
જો જરૂર પડે તો નવેમ્બર-ડિસેમ્બરમાં સુધારણા કરી શકાય
અહેવાલ અનુસાર, પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચના કાર્યાલયે સૂચનાની રાહ જોયા વિના તેની આંતરિક તૈયારીઓ તેજ કરી દીધી છે. જોકે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલને અંગે ચૂંટણી પંચ તરફથી અત્યાર સુધી કોઈ ઔપચારિક પત્ર મળ્યો નથી, તેમ છતાં તેમની કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે ‘અમે સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યા છીએ. જેથી સૂચના આવતાની સાથે જ અમે તાત્કાલિક કામ શરૂ કરી શકીએ.
મતદાર યાદી સુધારણા પહેલી ઓગસ્ટની આસપાસ શરૂ થવાની ધારણા છે, જે ઓક્ટોબરના અંત સુધીમાં પૂર્ણ થશે. જો જરૂર પડે તો નવેમ્બર-ડિસેમ્બરમાં સુધારણા કરી શકાય છે. બિહારની જેમ બંગાળમાં પણ પૂર્વ-પ્રિન્ટેડ એન્યુમરેશન ફોર્મ અને દસ્તાવેજોની સૂચિના આધારે હાથ ધરવામાં આવશે. જોકે, સુપ્રીમ કોર્ટની કાર્યવાહી અને અન્ય કાનૂની સલાહના આધારે કેટલાક વધારાના દસ્તાવેજો શામેલ કરી શકાય છે.