Last Updated on by Sampurna Samachar
હવે ભગવાન હનુમાનની પ્રતિમા પર સવાલ ઉઠ્યા
એલેક્ઝાન્ડર ડંકનના નિવેદનથી ઘણો વિવાદ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટીને ગયા વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકન હિન્દુઓએ ભારે મત આપ્યા હતા. જોકે, તેની જ પાર્ટીના લોકો હિન્દુ દેવતાઓ વિશે વિવાદાસ્પદ નિવેદનો આપીને બધી હદો પાર કરી રહ્યા છે. US ના ટેક્સાસ રાજ્યના રિપબ્લિકન નેતા એલેક્ઝાન્ડર ડંકને ટેક્સાસમાં બનાવવામાં આવી રહેલી હનુમાનની વિશાળ પ્રતિમા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, “આપણે ટેક્સાસમાં ખોટા હિન્દુ દેવતાની ખોટી પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી કેમ આપી રહ્યા છીએ? આપણે એક ખ્રિસ્તી રાષ્ટ્ર છીએ!” જણાવી દઈએ કે, એલેક્ઝાન્ડર ડંકન રિપબ્લિકન પાર્ટીના નેતા છે અને ડોનાલ્ડ ટ્રમ્પના સ્છય્છ (મેક અમેરિકા ગ્રેટ અગેન) ચળવળના સમર્થક છે. તે અમેરિકાને ખ્રિસ્તી દેશ બનતું જોવા માંગે છે.
અષ્ટલક્ષ્મી મંદિરમાં હનુમાનની ૯૦ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા
એલેક્ઝાન્ડર ડંકન મુસ્લિમો પણ વિરુદ્ધ ઝેર ઓકતા રહ્યા છે. તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાંથી મુસ્લિમોને હાંકી કાઢવાની હાકલ કરી રહ્યા છે અને હવે ભગવાન હનુમાનની પ્રતિમા પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમના નિવેદનથી અમેરિકન હિન્દુઓ ગુસ્સે ભરાયા છે.
ધ હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનએ ડંકનની ટિપ્પણીઓની નિંદા કરી છે, તેમને “હિંદુ વિરોધી અને ઉશ્કેરણીજનક” ગણાવ્યા છે. MAGA એ ડંકનની ટિપ્પણીઓની રિપબ્લિકન પાર્ટીને જાણ કરી છે અને ઘટનાની આંતરિક સમીક્ષા કરવાની વિનંતી કરી છે. MAGA એ પર લખ્યું છે કે, “નમસ્તે, ટેક્સાસ ય્ર્ંઁ, શું તમે તમારા પક્ષના સેનેટ ઉમેદવારને શિસ્ત આપશો, જે ભેદભાવ સામે તમારી ગાઈડલાઈનનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરી રહ્યા છે અને સંપૂર્ણપણે ઘૃણાસ્પદ હિન્દુ વિરોધી દ્વેષ દર્શાવે છે, જે યુએસ બંધારણના પ્રથમ સુધારાનું ઉલ્લંઘન કરે છે.”
હાલ અમેરિકામાં ડંકનના નિવેદનની વ્યાપક ટીકા થઈ છે, જેમાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે, “તમે જે ઇચ્છો તે માનવા માટે સ્વતંત્ર છો, પરંતુ બીજાની માન્યતાઓને ‘ખોટી‘ કહેવું એ સ્વતંત્રતા નથી.”એલેક્ઝાન્ડર ડંકનના નિવેદનથી ઘણો વિવાદ થયો છે. ઘણા અમેરિકનોએ તેમના નિવેદનની નિંદા કરી છે. ડોક્ટર ટ્રેસી નામના યુઝરે લખ્યું કે, “હિન્દુઓ જેહાદને પ્રોત્સાહન આપતા નથી. આપણી સાથે દુર્વ્યવહાર કરતાં હિંસક વિદેશી નાગરિકોની વાસ્તવિક સમસ્યા પર ધ્યાન આપો.
હિન્દુ દેવતાઓ પરમ દૈવી ચેતનાના વિવિધ પાસાઓ દર્શાવે છે. તે બધા એકબીજા સાથે જોડાયેલા છે અને સદ્ગુણોના વિકાસને પ્રોત્સાહન આપે છે. થોડું વાંચો, સમસ્યા આ નથી.”આ દરમિયાન, સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુઅન્સર જોર્ડન ક્રાઉડરે લખ્યું કે, “તમે હિન્દુ નથી તેનો અર્થ એ નથી કે, તે ખોટા છે.
ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા તેના લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં વેદ લખાયા હતા અને તે અસાધારણ ગ્રંથો છે. તેણે ખ્રિસ્તી ધર્મને પણ સ્પષ્ટપણે પ્રભાવિત કર્યો હતો… તેથી તે ‘ધર્મ‘નો આદર કરવો અને તેનું સંશોધન કરવું સમજદારીભર્યું રહેશે, જે તમારા પોતાના ધર્મ પહેલાનો છે અને તમારા પોતાના ધર્મને પ્રભાવિત કર્યો છે.”
જણાવી દઈએ કે, ટેક્સાસના સુગર લેન્ડમાં ભગવાન હનુમાનની એક વિશાળ પ્રતિમા બનાવવામાં આવી રહી છે. “સ્ટેચ્યુ ઓફ યુનિયન” તરીકે ઓળખાતી, તે શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં હનુમાનની ૯૦ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા છે. આ પ્રતિમા ભક્તિ, શક્તિ અને એકતાના પ્રતીક તરીકે સમર્પિત કરવામાં આવી છે. જોકે, એલેક્ઝાન્ડર ડંકને આ પ્રતિમા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે.