Last Updated on by Sampurna Samachar
સામઢી નજીક ડમ્પરે બાઇકચાલકને કચડતા મોત
ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ માર્ગ અકસ્માતમાં એક બાઈકચાલકનું મોત થયું છે. એક બાઈકચાલકને ડમ્પરની ટક્કર વાગવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

ઘટનાની મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં આવેલા સમઢી ગામ નજીક એક ડમ્પરની અડફેટે આવી જતા બાઇકચાલકનું મોત ઘટના સ્થળે જ મોત થયું હતું. બાઈકચાલક ડમ્પરના ટાયર નીચે કચડાઇ જવાને કારણે યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. આ સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે છે.
CCTVમાં ડમ્પર ચાલક બાઈકને કચડતો હોવાનું સ્પષ્ટ
પાલનપુર તાલુકાના સામઢી ગામ નજીક ડમ્પરે બાઈકચાલકને ટક્કર મારવામાં આવી હતી. બેફામ બનેલા ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે જ નીપજ્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવક સામઢી ગામનો હોવાનું આવ્યું સામે હતું. CCTVમાં ડમ્પર ચાલક બાઈકને કચડતો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.