Last Updated on by Sampurna Samachar
પોલીસે આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી લીધી
આરોપી કોન્સ્ટેબલે આડેધડ ફાયરિંગ કર્યુ હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ITBP ની ૩૮ મી બટાલિયનના કેમ્પમાં કોન્સ્ટેબલે પોતાની ઈન્સાસ રાયફલથી ASI પર ફાયરિંગ કર્યું હતું. જે આ ઘટનામાં ASI નું ઘટનાસ્થળે મોત થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ ITBP (ઈન્ડો-તિબ્બેટ બોર્ડર પોલીસ) ના કેમ્પમાં બિહારના રહેવાસી કોન્સ્ટેબલ સરોજ કુમારે હરિયાણાના વતની ASI દેવેન્દ્રસિંહને ગોળી મારી દીધી હતી.

ત્યારે આ ઘટના પછી પોલીસે આરોપી કોન્સ્ટેબલની ઘટનાસ્થળ પરથી ધરપકડ કરી છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ત્વરિત પહોંચી ગયા હતા. હાલ આ મામલામાં પોલીસ તપાસ કરી રહી છે.
ASI એ કોન્સ્ટેબલે અપશબ્દો બોલેલા
આ ઘટના ખરોરા સ્થિત ITBP કેમ્પમાં બની હતી. આરોપી કોન્સ્ટેબલ સરોજ યાદવે ASI દેવેન્દ્રકુમાર દહિયાને લગભગ ૧૮ ગોળી મારીને મોતના ઘાટે ઉતાર્યા હતા. ડ્રેસમાં કોઈ ખામી હોવાના કારણે ASI એ કોન્સ્ટેબલે અપશબ્દો પણ બોલ્યા હતા.
આરોપી કોન્સ્ટેબલે આડેધડ ફાયરિંગ શરુ કર્યું હતું, જેના કારણે ઘટનાસ્થળે ઉપસ્થિત ITBP ના અન્ય જવાનોએ જમીન પર સુઇ જઈને પોતાના જીવન બચાવ્યા હતા. ત્યાર પછી આરોપી કોન્સ્ટેબલને જવાનોએ ભારે મહેનત કરીને પકડી લીધો હતો, અને પછી પોલીસના હવાલે કર્યો હતો. આ હત્યા કેમ કરવામાં આવી તેનું સાચું કારણ તપાસ પછી જ બહાર આવશે.