Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટ દ્વારા ઝટકો અપાયા બાદ મોદી સરકારનું નરમ વલણ
ત્રણ વર્ષથી વધુ સમયથી રાજ્યમાં બંધ હતી યોજના
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાને લઈને સુપ્રીમ કોર્ટમાં ઝટકો લાગ્યાના થોડા દિવસો બાદ જ, ગ્રામીણ વિકાસ મંત્રાલયે પશ્ચિમ બંગાળમાં આ યોજનાને ખાસ શરતો સાથે ફરીથી શરૂ કરવા પર વિચાર કરવાનો ર્નિણય લીધો છે. ત્રણ વર્ષથી વધુ સમયથી રાજ્યમાં બંધ પડેલી આ યોજનાને ફરી શરૂ કરવા માટે તૃણમૂલ કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર સતત કેન્દ્ર સરકારને વિનંતી કરી રહી હતી. હવે જે માહિતી સામે આવી રહી છે તે મુજબ, આ યોજનાની ફરી શરૂઆત થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મંત્રાલયે ગયા અઠવાડિયે વડાપ્રધાન કાર્યાલયને માહિતી આપી હતી કે તે કેટલીક ખાસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં મનરેગા યોજનાને ફરી શરૂ કરવા પર વિચાર કરી શકે છે. તેના પ્રતિભાવમાં, PMO એ મંત્રાલય પાસેથી આ સમગ્ર મામલે એક સવિસ્તૃત રિપોર્ટની માંગણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે ૨૭ ઓક્ટોબરના રોજ અરજીને ફગાવી
આ ઘટનાક્રમ ૨૭ ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્રની વિશેષ મંજૂરી અરજીને ફગાવી દેવાયા પછી આવ્યો છે. કેન્દ્ર સરકારે કલકત્તા હાઈકોર્ટના ૧૮ જૂનના આદેશને પડકાર્યો હતો, જેમાં મનરેગા યોજનાને ૧ ઓગસ્ટ, ૨૦૨૫થી પશ્ચિમ બંગાળમાં લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટ સમક્ષ, હાઈકોર્ટે કેન્દ્ર સરકારને એ અધિકાર આપ્યો હતો કે તે રાજ્યમાં યોજનાના અમલ માટે વિશેષ શરતો, નિયંત્રણો અને નિયમો લાદી શકે છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરતા કે અનિયમિતતા અટકાવી શકાય. જોકે, હાઈકોર્ટના આદેશનો અમલ થાય તેના બરાબર એક દિવસ પહેલાં, એટલે કે ૩૧ જુલાઈએ, કેન્દ્ર સરકારે આ આદેશને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં વિશેષ મંજૂરી અરજી દાખલ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે ૨૭ ઓક્ટોબરના રોજ આ અરજીને ફગાવી દીધી.
સ્ય્દ્ગઇઈય્છ અધિનિયમ, ૨૦૦૫ની કલમ ૨૭ને ટાંકીને, કેન્દ્ર સરકારે ૯ માર્ચ, ૨૦૨૨ના રોજ પશ્ચિમ બંગાળને ફંડ આપવાનું બંધ કરી દીધું હતું. આ ર્નિણય પાછળનું કારણ કેન્દ્રીય નિર્દેશોનું પાલન ન થવું જણાવાયું હતું. ફંડ બંધ થયા બાદ, રાજ્યમાં આ યોજના હેઠળ કોઈ કામ થયું નથી. જાેકે, આ યોજના સસ્પેન્ડ થઈ તે પહેલાં, ૨૦૧૪-૧૫થી ૨૦૨૧-૨૨ દરમિયાન, દર વર્ષે રાજ્યના ૫૧ લાખથી ૮૦ લાખ જેટલા પરિવારો આ યોજનાનો લાભ લેતા હતા.
હવે, સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ, ગ્રામીણ વિકાસ મંત્રાલય ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓને અટકાવવાના ઉદ્દેશ્યથી, ખાસ શરતો સાથે યોજનાને ફરીથી શરૂ કરવા પર વિચાર કરી રહ્યું છે.