Last Updated on by Sampurna Samachar
NDA એ રાહુલ ગાંધીની વાત સ્વીકારી પડી
GST કાઉન્સિલની ભૂમિકા પર સવાલો કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ઘટાડો કરવા મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે વર્ષોથી રાહુલ ગાંધીની સલાહને અવગણી. સરકારે GST કાઉન્સિલને ઔપચારિકતા સુધી મર્યાદિત કરી દીધુ છે. અંતે NDA એ રાહુલ ગાંધીની વાત સ્વીકારી પડી.
કોંગ્રેસે કહ્યું કે, અમે લાંબા સમયથી GST ૨.૦ ની હિમાયત કરી રહી છે, જેથી GST દર ઘટાડવામાં આવે, મોટા પાયે વપરાશમાં લેવાતા માલ-સામાન પર જીએસટી ઘટાડવામાં આવે. કરચોરી અને ખોટી કેટેગરી સંબંધિત વિવાદો ઘટાડી શકાય.
GST કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રીએ કરી જાહેરાત
વધુમાં આઉટપુટ કરતાં ઈનપુટ પર વસૂલાતા વધુ પડતાં ટેક્સ નાબૂદ કરવાની પણ માગ કરી હતી. વધુમાં સ્જીસ્ઈ પર નિયમોનો બોજ ઘટાડવા અને GST નો વ્યાપ વધારવા ભલામણ કરી હતી. પરંતુ એનડીએ આ માગણીઓને અવગણી રહી હતી. કોંગ્રેસના મુખ્ય સચિવ અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં GST કાઉન્સિલની ભૂમિકા પર સવાલો કર્યા હતા.
તેમણે કહ્યું કે, બંધારણીય સંસ્થા GST કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રીએ મોટી જાહેરાતો કરી હતી. પરંતુ આ બેઠક પહેલાં જ ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આના સંકેતો આપ્યા હતા. જેથી પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું જીએસટી કાઉન્સિલ માત્ર એક ઔપચારિકતા સુધી મર્યાદિત બન્યું છે. GST ૧.૦માં ઘણી ખામીઓ હતી અને કોંગ્રેસે ૨૦૧૭માં જ આ તરફ ધ્યાન દોર્યું હતું. પરંતુ સરકારે તેને અવગણ્યું. વડાપ્રધાને તેને સારો અને સરળ ટેક્સ ગણાવી વાહવાહી કરાવી. પરંતુ તે વૃદ્ધિને રૂંધતો ટેક્સ બન્યો.
આગળ જયરામ રમેશે કહ્યું કે, GST સુધારાની જાહેરાતો થઈ, કારણકે, વડાપ્રધાને પહેલાંથી જ પ્રી-દિવાળીની ડેડલાઈન નક્કી કરી લીધી હતી. માનીએ છીએ કે, આ ટેક્સ કાપનો લાભ ગ્રાહકો સુધી પહોંચશે. હજી GST ૨.૦ની રાહ જોઈ રહ્યા છીએ. શું આ નવો GST ૧.૫ ખાનગી રોકાણ ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન આપશે.