Last Updated on by Sampurna Samachar
નાગાલેન્ડના કોહિમામાં એક જાહેર રેલીને સંબોધિત કરશે
હવે તબિયત સ્થિર હોવાની વિગતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ખડગેની તબિયત અચાનક લથડી હતી અને તેમને બેંગલુરુની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બિહારના પટનામાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની વિસ્તૃત બેઠકમાં હાજરી આપી હતી. બાદમાં ૨૯ સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ ૭ ઓક્ટોબરના રોજ નાગાલેન્ડના કોહિમામાં એક જાહેર રેલીને સંબોધિત કરશે.
અહેવાલ છે કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ખડગેને તાવ અને પગમાં દુખાવાની ફરિયાદ બાદ બેંગલુરુની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ સ્વસ્થ છે, ચિંતાની કોઈ વાત નથી અને ડૉક્ટરની દેખરેખ હેઠળ છે.
૧૦,૦૦૦ લોકો ભાગ લેશે તેવી અપેક્ષા
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ખડગેના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે અને ડોક્ટરોની ટીમ દ્વારા તેમનું નિરીક્ષણ કરવામાં આવ્યુ. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક ગણાતા ખડગે રાજકીય કાર્યક્રમો માટે કર્ણાટક અને દિલ્હી વચ્ચે વારંવાર પ્રવાસ કરે છે.
નાગાલેન્ડમાં આ રેલી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે “સલામત લોકશાહી, સલામત ધર્મનિરપેક્ષતા અને સલામત નાગાલેન્ડ” થીમ પર બનેલી આ રેલીમાં ઓછામાં ઓછા ૧૦,૦૦૦ લોકો ભાગ લેશે તેવી અપેક્ષા છે.
આ રેલી યુવા રોજગાર, ઉદ્યોગસાહસિકતા, સુશાસન અને રોડ કનેક્ટિવિટી જેવા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કાર્યક્રમમાં ખડગે અને કોંગ્રેસ રાજકીય બાબતો સમિતિના વરિષ્ઠ સભ્યો, સમર્થન સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો વચ્ચે અલગ-અલગ બેઠકોનો પણ સમાવેશ થશે.