Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું
આરજેડી અને કોંગ્રેસની શરમજનક હાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણાના વલણોમાં ભાજપ અને નીતીશ કુમારની પાર્ટી જનતાદળ યુનાઈટેડનું NDA ગઠબંધન દમદાર પ્રદર્શન સાથે આગળ વધી રહી છે, જ્યારે રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ સહિતના મહાગઠબંધનની કારમી હાર જોવા મળી રહી છે. બિહારમાં આરજેડી અને કોંગ્રેસની શરમજનક હાર પર દિગ્વિજય સિંહે પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, ‘મને જે આશંકા હતી, તે જ થયું. SIR માં ૬૨ લાખ લોકોના વોટ કાપવામાં આવ્યા, જ્યારે ૨૦ લાખ વોટ જોડવામાં આવ્યા. એટલું જ નહીં SIR ફોર્મ ભર્યા વગર પાંચ લાખ વોટ પણ વધારી દેવાયા. આમાં સૌથી વધુ ગરીબો, દલિતો અને લઘુમતી વર્ગના વોટ કપાયા. આ ઉપરાંત ઈફસ્ પણ શંકા યથાવત્ છે.
દિગ્વિજય સિંહે SIR મામલે વાંધો ઉઠાવ્યો
આ સાથે દિગ્વિજય સિંહે કોંગ્રેસને સલાહ આપતા કહ્યું કે, ‘કોંગ્રેસે પોતાના સંગઠન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આજનો સમય રેલીઓ અને જનસભાઓનો નથી, પરંતુ મતદાન કેન્દ્રો પર જનસંપર્ક વધારવાનો છે, વિજેતા ઉમેદવારોને અભિનંદન.’
જ્યારે એક્ઝિટ પોલ સામે આવ્યા હતા, ત્યારે પણ દિગ્વિજય સિંહે SIR મામલે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે હું બિહારમાં ગયો, ત્યારે મને એકતરફી મુકાબલા જેવું લાગ્યું હતું અને રસાકસીની ચૂંટણી પણ થવા જેવું લાગ્યું હતું. આ ચૂંટણીમાં જોવા જેવી વાત એ હશે કે, MIM અને પ્રશાંત કિશોરની પાર્ટી કેટલાક વોટ કાપશે? છતાં જો NDA ૧૪૦ થી વધુ બેઠકો જીતશે, તો તેનું કારણ મતદાર યાદી અને ઈવીએમ જ હશે.’