કોંગ્રેસ સરકાર પાસેથી કામચલાઉ મુદત માંગી શકે છે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કોંગ્રેસને દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ

કોંગ્રેસ પાર્ટીને રાષ્ટ્રીય મુખ્યાલય, ૨૪ અકબર રોડ અને ૫ રાયસીના રોડ પરથી ખાલી કરાવવાની નોટિસ મળી

(સંપૂર્ણ સમાચાર સેવા)​

કોંગ્રેસ અને ગાંધી પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે, કોંગ્રેસ પાર્ટીને દિલ્હીમાં તેના રાષ્ટ્રીય મુખ્યાલય, ૨૪ અકબર રોડ અને ૫ રાયસીના રોડ પરથી ખાલી કરાવવાની નોટિસ મળી છે. બંને જગ્યાઓ ખાલી કરવાની અંતિમ તારીખ ૨૮ માર્ચ નક્કી કરવામાં આવી છે.

૨૪ અકબર રોડ અને ૫ રાયસીના રોડ પરની જગ્યા ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ, કોંગ્રેસ કાનૂની વિકલ્પો શોધી રહી હોવાનું કહેવાય છે. એક વરિષ્ઠ નેતાએ મીડિયાને આપેલી માહિતીમાં આ નોટિસ થોડા દિવસો પહેલા મળી હતી.

જૂના સરકારી બંગલા ખાલી કરવા પડશે

કોંગ્રેસના એક નેતાએ કહ્યું, અમે અમારી પાસે ઉપલબ્ધ કાનૂની વિકલ્પો શોધી રહ્યા છીએ, પરંતુ આ વખતે સરકાર ગયા વખત કરતાં વધુ આક્રમક છે.કોંગ્રેસ આ જગ્યાઓ ખાલી કરવા માટે નોટિસ પર સરકાર પાસેથી કામચલાઉ મુદત પણ માંગી શકે છે. પાર્ટીની રણનીતિ એ છે કે આ દરમિયાન રાજ્યસભા દ્વારા એક વરિષ્ઠ નેતાને ગૃહમાં લાવવામાં આવે. જો પાર્ટી આટલા મોટા બંગલા માટે લાયક નેતાને ચૂંટવામાં સફળ થાય છે, તો આ જગ્યાઓ ખાલી કરાવવાનું હાલ પૂરતું ટાળી શકાય છે.

વાસ્તવમાં, નિયમ એ છે કે કોઈપણ રાજકીય પક્ષને પોતાનું નવું મુખ્યાલય બનાવવા માટે જમીન મળ્યા પછી, તેણે તેના જૂના સરકારી બંગલા ખાલી કરવા પડશે. કોંગ્રેસને તેનું નવું મુખ્યાલય બનાવવા માટે દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર જમીન આપવામાં આવી હતી. પરિણામે, એસ્ટેટ ડિરેક્ટોરેટે ઘણા સમય પહેલા ૨૪ અકબર રોડ અને ૫ રાયસીના રોડ પર જગ્યાની ફાળવણી રદ કરી દીધી હતી.

કોંગ્રેસ દાયકાઓથી ૨૪ અકબર રોડ સાથે સંકળાયેલી છે. તેથી, જો કોંગ્રેસને કોર્ટ તરફથી સ્ટે નહીં મળે અથવા સરકાર ૨૮ માર્ચ સુધીમાં રાહત નહીં આપે, તો પાર્ટીએ આ દાયકાઓ જૂના અને ઐતિહાસિક સ્થળો ખાલી કરવા પડશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.