Last Updated on by Sampurna Samachar
દારૂ કૌભાંડની તપાસનો દાયરો વધારવામાં આવે
વિધાનસભામાં દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારના કાર્યકાળ દરમિયાન કથિત દારૂ નીતિ કૌભાંડમાં ભાજપ પણ સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે CAG રિપોર્ટમાં અનેક મહત્ત્વપૂર્ણ સવાલોને નજરઅંદાજ કરવાની વાત કહેતા વ્યાપક તપાસની માંગ કરી છે.
નવી દિલ્હી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ અને પાર્ટીના વરિષ્ઠ નેતા સંદીપ દિક્ષિતે માંગ કરી છે કે, દારૂ કૌભાંડની તપાસનો દાયરો વધારવામાં આવે. આટલું જ નહીં ભાજપ વિરુદ્ધ આપવામાં આવેલી લેખિત ફરિયાદની પણ તપાસ કરાવવામાં આવે.
કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે, દારૂ કૌભાંડના મુદ્દા પર જાહેર મંચ પર ચર્ચા થવી જોઈએ. કોંગ્રેસના નેતાઓએ CAG રિપોર્ટની તપાસ માટે PAC ની વહેલી તકે રચના કરવાની પોતાની માંગ પર ભાર મૂક્યો છે. દેવેન્દ્ર યાદવે કહ્યું કે, વિધાનસભામાં દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. કોંગ્રેસને પહેલાથી જ શંકા હતી કે આ નીતિમાં ઘણી અનિયમિતતાઓ છે, જેનાથી સરકારના મહેસૂલ પર અસર પડશે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટિએ દારૂ નીતિ સંબંધિત લેખિત ફરિયાદ પણ તપાસ એજન્સીઓને આપી હતી, જેમાં ભાજપની સંડોવણીના પણ પુરાવા હતા.
આ મામલે તપાસ થવી જરુરી
દેવેન્દ્ર યાદવે સવાલ કર્યો કે, માસ્ટર પ્લાનનું ઉલ્લંઘન કરીને દારૂની દુકાનો ખોલવા માટે લાઈસન્સ કેવી રીતે આપવામાં આવ્યા. કોર્પોરેશનની પરવાનગી વિના દારૂની દુકાનો નથી ખોલી શકાતી અને તે સમયે એમસીડીમાં ભાજપનું રાજ હતું. જે દારૂની કંપનીઓને કોન્ટ્રાક્ટ મળ્યા હતા તેમણે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપ અને આમ આદમી પાર્ટીને પૈસા આપ્યા હતા. આ તમામ સવાલોની તપાસ થવી જોઈએ.
તેમણે કહ્યું કે CAG રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, દિલ્હીના લોકો પાસેથી ટેક્સ રૂપમાં વસૂલવામાં આવેલી તેમની મહેનતની કમાણી લૂંટવામાં આવી. આમ આદમી પાર્ટીની સરકાર સતત જુઠ્ઠું બોલતી રહી કે સરકારની આવકમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ સત્ય એ છે કે નિષ્ણાત સમિતિની ભલામણોને અવગણીને ૨૦૦૨ કરોડ રૂપિયાની લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની પરસ્પર મિલીભગતનું પરિણામ છે કે વિધાનસભામાં CAG રિપોર્ટ પર ચર્ચા નથી થઈ રહી. બંને પક્ષો આ મુદ્દા પર ચર્ચા કરવાથી દૂર ભાગી રહી છે.
દેવેન્દ્ર યાદવે કહ્યું કે, કોંગ્રેસ ઈચ્છે છે કે, CAG રિપોર્ટની PAC માં તપાસ કરવામાં આવે અને જે પણ લોકો આ લૂંટમાં સામેલ હતા તેમને સજા મળે. તેમણે વહેલી તકે PAC ગઠનની માંગ કરી. તેમણે કહ્યું કે, પરંપરાગત રીતે પીએસીની અધ્યક્ષતા વિપક્ષના નેતા કરે છે, પરંતુ દિલ્હીમાં શાસક પક્ષના નેતા તેની અધ્યક્ષતા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તો ઘણા આવા પાસાઓ છે જે ચર્ચામાં નહીં આવી શકશે. તેથી, ઝ્રછય્ રિપોર્ટ અને આગામી રિપોર્ટ્સ પર જાહેર મંચ પર પણ ચર્ચા થવી જોઈએ.