Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસ વિરૂદ્ધ ટીકા થયા બાદ અંતે ટ્વિટ ડીલીટ કર્યું
તમામ રાજકીય પાર્ટી પાકિસ્તાન સામે કાર્યવાહીની કરી રહી છે માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા અને લોકોને ધર્મ પૂછીને ર્નિદયતાપૂર્વક હત્યા બાદ સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે દેશની તમામ રાજકીય પાર્ટીઓ એકજૂટ થઈને આતંકીઓ અને તેમના આકા પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જોકે આ દરમ્યાન કોંગ્રેસે સોશિયલ મીડિયા હેંડલથી PM મોદી વિરુદ્ધ એવું ટ્વીટ કર્યું હતું, જેના પર વિવાદ થઈ ગયો હતો. વિવાદ બાદ કોંગ્રેસે ટ્વિટ ડિલીટ કરી નાખ્યું છે. હવે કોંગ્રેસ (CONGRESS) ના મહાસચિવ કેસી વેણુગોપાલે કોંગ્રેસ નેતાઓ માટે કડક નિર્દેશો આપ્યા છે.

કોંગ્રેસે પહલગામ આતંકી હુમલાના સંબંધમાં નેતાઓ માટે નિર્દેશ જાહેર કર્યા છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે એક પરિપત્રના માધ્યમથી નિર્દેશ આપ્યા છે કે, તમામ પદાધિકારીઓને સાર્વજનિક સંચારમાં વધારે અનુશાસન અને નિરંતરતા બનાવી રાખવાના નિર્દેશ આપવામાં આવે છે. પાર્ટી તરફથી બોલવા માટે અધિકૃત લોકોને ૨૪ એપ્રિલ ૨૦૨૫ના રોજ પાસ કરેલા પ્રસ્તાવમાં સીડબ્લ્યૂસી દ્વારા બતાવવામાં આવેલી સ્થિતિ સુધી જ મર્યાદિત રહેવું જોઈએ.
PM મોદીના સંદર્ભમાં પોસ્ટ કરી
આ સૂચનાનું કોઈપણ ઉલ્લંઘન કોઈપણ અપવાદ વિના કડક શિસ્તભંગના પગલાંને આમંત્રણ આપશે. ચાલો આપણે કોંગ્રેસ પાર્ટીના મૂલ્યો અને પરંપરાઓનું ધ્યાન રાખીએ અને રાષ્ટ્ર આપણી પાસેથી જે ગૌરવ અને સંયમની અપેક્ષા રાખે છે તે સાથે તેનો સામનો કરીએ.”
અહીં ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસે પોતાના એક્સ હેન્ડલ પર PM મોદીનું નામ લીધા વિના એક ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટામાં એક વ્યક્તિનું માથું ગાયબ હતું અને માથાની જગ્યાએ ‘ગુમ થયેલ’ લખ્યું હતું. આ ફોટો કોંગ્રેસ દ્વારા PM મોદીના સંદર્ભમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, સોશિયલ મીડિયા પોસ્ટ પર ટીકાનો સામનો કર્યા બાદ, કોંગ્રેસે ટ્વીટ ડિલીટ કરી દીધું છે.