Last Updated on by Sampurna Samachar
દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
દીપડાને જંગલ વિસ્તારમાં છોડી દેવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પારડી તાલુકાના રોહિણા ગામે દિપમાળ ફળિયામાં દીપડો લટાર મારતો હોવાની ફરિયાદ વન વિભાગ સતર્ક બન્યું હતું. જે વન વિભાગે પાંજરૂ ગોઠવી પાંચ દિવસ અગાઉ પકડ્યો હતો. જ્યાં આજ ફળિયામાં આવેલી વાડીમાં બીજો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પારડી નજીકના રોહિણા ગામે છેલ્લા લાંબા સમયથી રહેણાંક વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ફરિયાદ બાદ વન વિભાગ દ્વારા દીપમાળ ફળિયામાં અઠવાડીયા અગાઉ પાંજરૂ ગોઠવ્યું હતું. પાંચ દિવસ અગાઉ ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગોઠવેલા પાંજરામાં કદાવર દીપડો પુરાયો
જો કે હજુ બીજો દીપડો દિપમાળ ફળિયામાં જ ફરતો હોવાની વાતને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગામના સરપંચ રવિન્દ્ર પટેલે પારડી વન વિભાગને જાણ કરાયા બાદ અજીતભાઈ દેવાભાઈ પટેલની વાડીમાં પાંજરૂ ગોઠવ્યું હતું. ગોઠવેલા પાંજરામાં કદાવર દીપડો પુરાયો હતો.દીપડો પાંજરો પુરાયો હોવાની વાત ફેલાતા સરપંચ સહિત લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા.
વન વિભાગના અધિકારી અને ટીમ ઘટના સ્થળે પહોંચી લગભગ દોઢ વર્ષના દીપડાનો કબજો લઈ ખડકી સ્થિત નર્સરીમાં ખસેડાયા બાદ પશુ ચિકિત્સક દ્વારા મેડિકલ ચેકઅપ કરાયું હતું. ઝબ્બે કરાયેલા દીપડાને જંગલ વિસ્તારમાં છોડવાની વન વિભાગે કવાયત આદરી . રોહિણા ગામે એક જ ફળિયામાં માત્ર પાંચ દિવસમાં બે દીપડા પકડાયા હતા.