Last Updated on by Sampurna Samachar
મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર, સાબુ–તેલથી લઈને ઢગલો વસ્તુઓ થશે મોંઘી!
FMCG અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ બનાવતી કંપનીઓ ભાવમાં વધારો કરવાનું વિચારી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન અને ઈઝરાયેલ અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ એવી સ્થિતિએ પહોંચી ગયું છે કે તેના કારણે માત્ર આદેશો જ નહીં પરંતુ ખાડી દેશો અને તે સિવાય પણ વિશ્વના અનેક દેશો પડકારો ઝેલી રહ્યા છે. ઘણા દેશોમાં એન ર્જી સંકટ અને બીજી સમસ્યાઓ ઊભી થઈ રહી છે જેમાં ભારત પણ બાકાત નથી.

ઈરાન યુદ્ધને એકમહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે. હાલ તેનો જલદી અંત આવે તેવા પણ કોઈ સંકેત નથી. ત્યારે તેનીઅસર હવે ધીરે ધીરે તમારા ખિસ્સા સુધી પહોંચી શકે છે. FMCG અને કન્ઝ્યૂમર ડ્યૂરે બલ્સ બનાવતીકંપનીઓ ભાવમાં વધારો કરવાનું વિચારી રહી હોવાનું સામે આવ્યું છે.
શું શું થઈ શકે મોંઘુ
બિસ્કિટ, સાબુ, ખાવાનું તેલ વગેરેથી લઈને ઘરમાં વપરાતા પેઈન્ટ સુદ્ધા બધુ મોંઘુ થાય તેવા એંધાણ છે. ખાસકરીને પેકેજિંગ અને પેટ્રોલિયમ સંબંધિત વસ્તુઓના ભાવ વધવાથી હવે FMCG (રોજબરોજમાં ઉપયોગમાંલેવાતો સામાન) અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ (ટીવી, ફ્રિજ, જેવા સામાન) બનાવતી કંપનીઓ પણ ભાવમાં વધારો કરવાનું વિચારે છે.
ટીઓઆઈના એક રિપોર્ટ મુજબ લાહોરી જીરા જેવી કેટલીક કંપનીઓએ તો મહિનાનીશરૂઆતમાં કેટલાક પ્રોડક્ટના ભાવ પણ વધાર્યા છે. નુવામા ઈક્વિટીઝના એક રિપોર્ટ મુજબ એડિબલ ઓઈલકંપનીઓએ પણ ભાવમાં ૪–૫ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. જ્યારે પામ ઓઈલ મોંઘુ થવાના કારણે બીકાજી, બ્રિટાનીયા અને નેસ્લે જેવી ફૂડ કંપનીઓ પણ આ ત્રિમાસિકમાં ભાવ વધારો કરી શકે છે.
છેલ્લા સાતઆઠ વર્ષથી પામ ઓઈલના ભાવ ક્રૂડ ઓઈલની સાથે જ ઉપર નીચે થતા રહ્યા છે. આવામાં પામ ઓઈલ મોંઘુથવાથી HUL અને ગોદરેજ જેવી સાબુ બનાવતી કંપનીઓની પણ મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે પામઓઈલ તેમના માટે સૌથી જરૂરી કાચો માલ છે.
મીડિયા રિપોર્ટ મુજબ ઝાઈડસ વેલનેસના સીઈઓ તરુણ અરોડાનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં તણાવ જેટલોલાંબા સમય સુધી રહેશે, અલગ અલગ સામાનોના ભાવ વધવાની આશંકા પણ એટલી જ પ્રબળ બનશે. તેમણે જણાવ્યું કે કંપનીઓ તેને પહોંચી વળવા માટે નાના પેકેટોનું વજન ઓછું કરી શકે છે. એટલે કે ભાવ તોએ જ રહે પરંતુ સામાન ઘટશે. જ્યારે મોટા પેકેટોના ભાવ સીધી રીતે વધારવામાં આવી શકે છે.
શું શું થઈ શકે મોંઘુ
બિસ્કિટ, સાબુ, ઓઈલ અને પેઈન્ટ જેવી વસ્તુઓ મોંઘી થઈ શકે છે.
FMCG અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ કંપનીઓ ભાવ વધારવાની તૈયારીમાં છે.
એડિબલ ઓઈલના ભાવમાં ૪–૫ રૂપિયા પ્રતિ લિટરનો વધારો.
બીકાજી, બ્રિટાનીયા અને નેસ્લે આ ત્રિમાસિકમાં ભાવ વધારો કરી શકે છે.
HUL અને ગોદરેજ પણ સાબુના ભાવમાં વધારો કરવાની તૈયારીમાં.
LPG આધારિત પ્લાન્ટ્સમાં ઉત્પાદન રોક્યું?
રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે દેશની અનેક પેક્ડ ફૂડ કંપનીઓએ જે એલપીજી પર ર્નિભર છે તેમણે તેમનાપ્લાન્ટમાં ઉત્પાદન રોક્યું છે અથવા તો ઘટાડી દીધુ છે.