Last Updated on by Sampurna Samachar
બસ રસ્તા પરથી ઉતરી ગઈ
અકસ્માતમાં કોઈ મુસાફરોને ઈજા કે મૃત્યુ થયું નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરમાં વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો હતો .સવારે જામનગર-રાજકોટ હાઇવે પર ખીજડિયા બાયપાસ નજીક એક પ્રવાસી બસ અને ઓક્સિજન ટેન્કર વચ્ચે ટક્કર થઈ હતી. બસ રસ્તા પરથી ઉતરી ગઈ હતી, પરંતુ તેમાં સવાર તમામ ૩૬ મુસાફરો સુરક્ષિત છે.આ અકસ્માત સવારે ૫:૫૫ વાગ્યાની આસપાસ થયો હતો.

મળતી માહિતી મુજબ ,અડાલજથી જામનગર તરફ જતી બસ એક ઓક્સિજન ટેન્કર સાથે અથડાઈ હતી, જેના કારણે બસ રસ્તા પરથી ઉતરી ગઈ હતી અને એક તરફ નમેલી હતી.
ફાયર બ્રિગેડની ટીમે ૩૬ યાત્રાળુઓને સુરક્ષિત રીતે બચાવી લીધા
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ઓફિસર ઉમેદ ગામેતી, રાકેશ ગોકાણી, કામિલ મહેતા અને જયંતિ ડામોર સહિતની ટીમે બસમાં ફસાયેલા તમામ ૩૬ યાત્રાળુઓને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.
આ અકસ્માતમાં કોઈ મુસાફરોને ઈજા કે મૃત્યુ થયું નથી. પંચકોશી એ ડિવિઝન પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થાપિત કરી હતી. પોલીસ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.