Last Updated on by Sampurna Samachar
રાજ્યમાં ગુજરાત ગેસના CNG ના ભાવમાં વધારાની જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડિસેમ્બરની પહેલી તારીખ આવતા જ ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાતીઓના ફરી એકવાર ખિસ્સા ખાલી થવા જઈ રહ્યાં છે. કારણ કે, ગુજરાત ગેસના CNG ના ભાવમાં વધારાની જાહેરાત કરાઈ છે. કુલ દોઢ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
નવો ભાવ વધારો અમલમાં આવી ગયો છે.. ગુજરાત ગેસ તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવ્યું કે, ગુજરાત ગેસના CNG માં ૧.૫૦ રૂપિયાનો વધારો કરાયો છે. જેમાં હવે CNG નો ભાવ ૭૭ રૂપિયા અને ૭૬ પૈસાનો ભાવ રહેશે. જોકે, દેશના અન્ય રાજ્યો કરતા આ ભાવ વધારા પછી પણ ગુજરાતમાં CNG નો ભાવ ઓછો છે.