Last Updated on by Sampurna Samachar
કેબિનેટ મંત્રીઓ સાથે પહોંચ્યા હતા પ્રયાગરાજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંત્રી મંડળ સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પોતાના કેબિનેટ મંત્રીઓની સાથે મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી . યુપી સરકારના મંત્રીઓનો ગંગા સ્નાનનો વીડિયો પણ સામે આવ્યો છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં મહાકુંભ ૨૦૨૫ માં એક વિશેષ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી છે. યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે કેબિનેટની બેઠકમાં મહત્ત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યા છે. પવિત્ર સંગમમાં સ્નાન કરીને હું ગંગા અને યમુનાને પ્રણામ કરું છું… અખિલેશ યાદવજીને માનસિક અને દ્રષ્ટિ દોષ થઈ ગયો છે. તેની સારી રીતે સારવાર કરાવો.
કુંભના સમયે આવા નિવેદન આપવા, અહીં રાજકારણ કરવું ખૂબ ખરાબ વાત છે. હું પ્રાર્થના કરીશ કે ભગવાન તેમને સદ્બુદ્ધિ આપે. પ્રયાગરાજ મહાકુંભમાં યુપી કેબિનેટની બેઠક બાદ CM યોગીએ ઘણી મોટી જાહેરાતો કરી છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ત્રણ નવી મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરી અને કહ્યું કે પ્રદેશમાં રોકાણના પણ ઘણા પ્રસ્તાવ આવ્યા છે. આ દરમિયાન પ્રયાગરાજ, વારાણસી અને આગ્રાને મોટી ભેટ આપી છે.
CM યોગી આદિત્યનાથે કહ્યું કે મહાકુંભમાં અત્યાર સુધી ૯.૧૫ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં આસ્થાની ડુબકી લગાવી છે. સમગ્ર મંત્રી પરિષદ તરફથી મહાકુંભમાં આવતાં તમામ ભક્તો શ્રદ્ધાળુઓનું સ્વાગત છે. પ્રદેશના વિકાસ સાથે જોડાયેલા નીતિગત ર્નિણય થયા છે. તેમાં ત્રણ જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવા પર મોહર લગાવાઈ છે. જે હેઠળ બાગપત, હાથરસ અને કાસગંજમાં મેડિકલ કોલેજ બનાવવામાં આવશે.
ઉત્તર પ્રદેશની એરોસ્પેસ અને ડિફેન્સ સંબંધિત પોલિસીને ૫ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. જે બાદ હવે આને નવી રીતે બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એફડીઆઈ અંતર્ગત જે રોકાણ થયું છે તેમાં ઈન્સેન્ટિવ આપવાનું કામ કરવામાં આવશે. યુવાનોને સ્માર્ટફોન અને ટેબલેટ આપવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રયાગરાજ અત્યારે વૈશ્વિક મંચ પર છવાયેલું નજર આવી રહ્યું છે. પ્રયાગરાજ, વારાણસી અને આગ્રાના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણેયનું બોન્ડ જાહેર થશે. અત્યાર સુધી લખનૌ અને ગાઝિયાબાદનો બોન્ડ જાહેર થયો હતો. તેના સારા રિઝલ્ટ આવ્યા હતાં.
સીએમ યોગીએ આગળ કહ્યું કે લખનૌમાં સ્ટેટ કેપિટલ રીજન લખનૌ અને તેની આસપાસના જિલ્લાને મળીને વિકાસના આવા જ પ્રયાગરાજ અને ચિત્રકૂટને મળીને એક ડેવલપમેન્ટ રીજન બનાવીશું. તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે મહત્ત્પૂર્ણ હશે તે એક ગંગા એક્સપ્રેસવેનું એક્સટેન્શન અમે લોકો આપીશું. ગંગા એક્સપ્રેસવે પ્રયાગરાજથી મિર્ઝાપુરથી ભદોહી થતાં સંત રવિદાસ નગર થતાં આ કાશી, ચંદોલી, વારાણસી અને ગાઝીપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે સાથે જોડશે. આ સિવાય વારાણસી અને ચંદોલીથી આ એક્સપ્રેસવે સોનભદ્રને જાેડતા નેશનલ હાઈવે સાથે જોડશે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિથી મોટું કામ છે.
વારાણસી વિંધ્ય ડેવલપમેન્ટ રીજનનું કામ શરૂ કરશે. યમુના નદી પર એક સિગ્નેચર બ્રિજની સાથે એક નવો બ્રિજ બનાવવાની સહમતિ આપવામાં આવી છે. તેનાથી પ્રયાગરાજના વિકાસને લઈને આજે ચર્ચા કરવામાં આવી છે અને તેને સૈદ્ધાંતિક સહમતિ પણ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક અને અન્ય કેબિનેટ મંત્રીઓએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમ પર પૂજા-અર્ચના કરી.