Last Updated on by Sampurna Samachar
CM યોગી હુમલાના મૃતક શુભમના પરિવારને મળ્યા
બહેન-દીકરીઓની જાતિ અને ધર્મ પૂછી તેમના સુહાગને માર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાનપુરમાં શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી હતી. શુભમ દ્વિવેદી એ ૨૮ લોકોમાંથી એક છે. જેમને પહેલગામમાં આતંકીઓએ માર્યા હતા. શુભમના પરિવારને મળ્યા બાદ CM યોગીએ પત્રકારો સાથે વાત કરી હતી.

CM યોગીએ કહ્યું કે ૨૨મી એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો થયો હતો. કાનપુરનો એક પરિવાર આતંકી હુમલાનો શિકાર બન્યો હતો. શુભમ દ્વિવેદીના લગ્ન બે મહિના પહેલા જ પૂર્ણ થયા હતા. આ ઘટના દર્શાવે છે કે આતંકવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે.
વિશ્વભરમાં થઇ રહી છે હુમલાની નિંદા
વધુમાં કહ્યું કે આતંકવાદીઓએ બહેન-દીકરીઓની જાતિ અને ધર્મ પૂછીને તેમનું સુહાગ ઉજાડી દીધું. આતંકવાદીઓને તેમના કૃત્યોની સજા ચોક્કસપણે મળશે. શુભમ દ્વિવેદીના પિતા સાથે ફોન પર વાત કરી હતી. વિશ્વના દરેક સંસ્કારી સમાજે આ હુમલાની નિંદા કરી છે. પહેલગામ હુમલો એક ક્રૂર અને કાયરતાપૂર્ણ કૃત્ય હતો.
અમારી સરકાર પીડિત પરિવારની સાથે છે. જેમણે આ ઘટનાને અંજામ આપ્યો છે અને જેઓ આ ષડયંત્રનો ભાગ છે તેમણે ઝીરો ટોલરન્સની નીતિનું પાલન કરવું પડશે. CCS મીટિંગનો ઉલ્લેખ કરતા કહ્યું કે PM મોદીએ ર્નિણયો લીધા છે અને ભારત ભવિષ્યની રણનીતિમાં આતંકવાદ સામે સાથે મળીને આગળ વધ્યું છે. આપણે PM મોદીના નેતૃત્વમાં વિશ્વાસ રાખવો જોઈએ.