Last Updated on by Sampurna Samachar
કેજરીવાલ મુખ્યમંત્રી હતા તે ઓફિસની તસવીરોને પણ બદલવામાં ન આવી
અરવિંદ કેજરીવાલે પોતાને આ બે મહાપુરુષોથી પ્રેરિત ગણાવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં શાસનમાં આવી ગયેલી ભાજપ (BHAJAP ) સરકારે શપથ બાદ કામ જાણે શરૂ કરી દીધુ છે. જ્યાં નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ યમુના નદીની આરતી ઉતાર્યા બાદ કેબિનેટમાં કેટલાક નિર્ણયો લીધા હતા. જ્યાં CM રેખા ગુપ્તા સરકાર સંપૂર્ણ એક્શનમાં જોવા મળ્યા હતા. વાત કરીએ તો નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ CMO માં કેજરીવાલની એક નિશાની જેમ ની તેમ રાખી હોય તેમ જોવા મળ્યુ હતું.

આ તોફાન વચ્ચે મુખ્યમંત્રીની ઓફિસમાં એવો નજારો જોવા મળ્યો હતો જેને જોઇ આમ આદમી પાર્ટી પણ હરખાઇ શકે છે. વાત જાણે એમ છે કે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પદ સંભાળ્યા બાદ સચિવાલય સ્થિત કાર્યાલયની અંદર પત્રકારો સાથે વાત પણ કરી હતી. જ્યાં CM ની પાછળની દિવાલ પર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને ભગત સિંહની એ જ તસવીરો જોવા મળી હતી જે અરવિંદ કેજરીવાલના સમયમાં જોવા મળી હતી.
વર્ષ ૨૦૨૨ માં આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબ સરકારની તમામ ઓફિસોમાં આ બે મહાપુરુષોની તસવીરો લગાવી હતી. ત્યારે કેજરીવાલે ગણતંત્ર દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં આની જાહેરાત કરતા કહ્યું હતું કે દિલ્હી સરકારના તમામ કાર્યાલયોમાં બાબાસાહેબ આંબેડકર અને ભગત સિંહની તસવીરો હશે અને કોઈપણ રાજકીય નેતાની તસવીર હશે નહીં.
અરવિંદ કેજરીવાલે પોતાને આ બે મહાપુરુષોથી પ્રેરિત ગણાવ્યા હતા. તેમણે અનેક અવસરો પર કહ્યું છે કે તેમની સરકાર આ બે મહાપુરુષો દ્વારા બતાવેલ પગલાને અનુસરે છે. હવે ભાજપ સરકારે બંને મહાપુરુષોના ફોટા પણ અકબંધ રાખ્યા છે. આ જોઈને આમ આદમી પાર્ટી પણ ખુશ થશે.
આ સિવાય રેખા ગુપ્તા એ જ ખુરશી પર બેઠા હતા જેના પર અરવિંદ કેજરીવાલ બેસતા હતા. હાલમાં ભાજપના મુખ્યમંત્રીએ તેમની ઈચ્છા મુજબ ત્યાં કોઈ ફેરફાર કર્યો નથી. ખાસ વાત એ છે કે રેખા ગુપ્તા અને અરવિંદ કેજરીવાલ વચ્ચે આતિશી થોડા મહિનાઓ સુધી CM પણ હતા, પરંતુ તેઓ આ ખુરશી પર બેઠા ન હતા. આતિશીએ ત્યાં પોતાના માટે અલગ ખુરશી લગાવી હતી. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ ચૂંટણી પછી CM બનશે અને આવીને આ ખુરશી પર બેસશે.