Last Updated on by Sampurna Samachar
માર્ગ અકસ્માતો ઘટે અને વાહન ચાલકોની સલામતી વધે તેવા અભિગમ સાથે નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફ્ટી કામગીરી માટે ૧૮૮ કરોડ રૂપિયા ફાળવ્યા છે. અકસ્માતોની સંખ્યા ઘટે અને માર્ગ સલામતી વધે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિતકારી અભિગમ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગ સલામતી રોડ સેફ્ટી માટે જનહિતકારી ર્નિણય કર્યો છે. વળાંક સુધારણા- ક્રેશ બેરિયર- સ્પોટ વાઇડનીંગ વગેરે ૮૦ કામો ૩૨૯ કિલોમીટર લંબાઈમાં રૂ. ૧૦૦ કરોડના ખર્ચે હાથ ધરાશે. ફોર લેન – સિક્સ લેન માર્ગો પર રોડ સેફ્ટીને ધ્યાને લઈને એન્ટીગ્લેર સિસ્ટમના કુલ ૭૬ કામો ૭૮૬ કિલોમીટર લંબાઈના માર્ગો પર કરવા માટે રૂ. ૮૭.૫૨ કરોડ મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રીએ રાજ્યના માર્ગો પરની રોડ સેફ્ટી સંલગ્ન વિવિધ કામગીરી માટે માર્ગ મકાન વિભાગને રૂ. ૧૮૮ કરોડના કામો હાથ ધરવા મંજુરી આપી છે. મુખ્યમંત્રીએ માર્ગો પર અકસ્માતોની સંખ્યા ઘટે અને વાહન ચાલકો માટે માર્ગ સલામતી વધે તેવો જનહિત અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીએ એવા હયાત માર્ગો જ્યાં વધુ અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં જરૂરી સુધારણાની કામગીરી માટે રૂ. ૧૦૦.૫૩ કરોડ મંજુર કર્યા છે. તદનુસાર ,વળાંક સુધારણા, ક્રેશ બેરિયર, સ્પોટ વાઇડનિંગ , તથા રોડ ફર્નિચર વગેરે કામગીરીના કુલ ૮૦ કામો ૩૨૮.૭૩ કિલોમીટર લંબાઇના માર્ગો પર હાથ ધરવા માટે આ રકમ ફાળવવામાં આવી છે.
મુખ્યમંત્રીએ આ ઉપરાંત રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તકના ફોર લેન અને સિક્સ લેન રોડ પર એન્ટીગ્લેર સિસ્ટમ લગાવવા કુલ ૭૮૬.૪૧ કિલોમીટરની લંબાઈના માર્ગો પર ૭૬ કામો માટે ૮૭.૫૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના આ ર્નિણયને પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેમજ યાતાયાત વધુ સુરક્ષિત બનશે.