Last Updated on by Sampurna Samachar
ત્રણ રાજ્યોમાં જંગી મતદાન થયું, આસામમાં સૌથી વધુ ૮૪% વોટિંગ
પુડુચેરીમાં ૮૬.૯૨% અને કેરળમાં ૭૫.૦૧% મતદાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાનથઈ રહ્યું છે. સવારે ૭ વાગ્યાથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે૫ વાગ્યા સુધીના આંકડા મુજબ આસામમાં સૌથી વધુ ૮૪.૪૨%, પુડુચેરીમાં ૮૬.૯૨% અને કેરળમાં ૭૫.૦૧% મતદાન નોંધાયું છે.

કેરળની ૧૪૦, આસામની ૧૨૬ અને પુડુચેરીની ૩૦ બેઠકો પર જનતા ઉમેદવારોનું ભવિષ્યનક્કી કરી રહી છે. આસામની ૧૨૬ બેઠકો પર ૭૨૨ ઉમેદવારો મેદાનમાં છે. શાંતિપૂર્ણ મતદાન માટે ૩૧,૯૪૦મતદાન કેન્દ્રો પર ૧.૫ લાખથી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ કેન્દ્રો પરમાઇક્રો–ઓબ્ઝર્વર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
ચૂંટણીમાં નોંધાયેલી અન્ય ઘટનાઓ
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ હેટ્રિક જીત મેળવવા માંગે છે, જ્યારે કોંગ્રેસે ગૌરવ ગોગોઈના ચહેરાને આગળ ધરીને સત્તા હાંસલ કરવા ઈચ્છેછે.
કેરળની તમામ ૧૪૦ બેઠકો પર ૮૮૩ ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. અહીં ૨.૭૧ કરોડ મતદારો મતાધિકારનોઉપયોગ કરશે. પિનરાઈ વિજયનની આગેવાની હેઠળનું ત્રીજી વાર સત્તામાં આવવા ઈચ્છુક છે, જ્યારેકોંગ્રેસ નેતૃત્વ હેઠળનું પોતાની ખોવાયેલી સત્તા મેળવવા મહેનત કરી રહ્યું છે. ભાજપ પણ અહીંપોતાની તાકાત વધારીને ખાતું ખોલવાની આશા રાખી રહ્યું છે.
પુડુચેરીમાં ૩૦ બેઠકો પર ૨૯૪ ઉમેદવારો મેદાનમાં છે. મતદાન દરમિયાન મન્નાદીપેટના તિરુકાનૂર ગામમાં ભાજપઅને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યોહતો, જાેકે આ ઘટનાથી મતદાન પ્રક્રિયા પર કોઈ અસર પડી નથી.
વિધાનસભા ચૂંટણીની સાથે જ આજે કર્ણાટકની ૨, નાગાલેન્ડની ૧ અને ત્રિપુરાની ૧ બેઠક પર પેટાચૂંટણીયોજાઈ રહી છે. ગોવામાં પણ એક બેઠક પર પેટાચૂંટણી થવાની હતી, પરંતુ હાઈકોર્ટે તેના પર રોક લગાવી દેતામુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આશ્ચર્ય અને નિરાશા વ્યક્ત કરી છે.
કોંગ્રેસની પોતાના જ ઉમેદવાર સામે ફરિયાદ : આસામ કોંગ્રેસે ઉદલગુડી બેઠકના ઉમેદવાર સુરેન ડેમરી સામેફરિયાદ નોંધાવી છે. ડેમરીએ પક્ષ વિરુદ્ધ નિવેદન આપી રાજીનામું આપતા કોંગ્રેસે તેમની સામે હ્લૈંઇની માંગકરી છે.
મતદાન અધિકારીનું નિધન : આસામના સોનિતપુર જિલ્લામાં એક મતદાન અધિકારી દેબેન હોરો (૪૫) મૃતહાલતમાં મળી આવ્યા હતા. તેમની જગ્યાએ રિઝર્વ સ્ટાફ મૂકીને મતદાન પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી.
ગોપનીયતાના ભંગ બદલ હ્લૈંઇ : આસામના કાર્બી આંગલોંગમાં મતદાન કેન્દ્રની અંદરનો વીડિયો સોશિયલમીડિયા પર વાયરલ થતા ચૂંટણી પંચે ગંભીર નોંધ લીધી છે અને જવાબદારો સામે હ્લૈંઇ દાખલ કરી તપાસ શરૂકરી છે.