Last Updated on by Sampurna Samachar
જામીન નિયમને કોર્ટ ઘણા સમયથી ભૂલી ચૂકી હતી
મને તક મળી અને મેં આ સિદ્ધાંતને યાદ અપાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશના ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ જામીન આપવા મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જામીન એ નિયમ છે, અને જેલ અપવાદ છે. આ એક કાયદાકીય સિદ્ધાંત છે. તેનું પાલન કોર્ટમાં છેલ્લા દિવસોથી થઈ રહ્યુ નથી.
CJI એ કેરળ હાઈકોર્ટમાં આયોજિત જસ્ટિસ વીઆર કૃષ્ણ અય્યર મેમોરિયલ લેક્ચરમાં આ નિવેદન આપ્યું હતું. CJI બીઆર ગવઈએ કહ્યું કે, જામીન એ નિયમ છે, અને જેલ અપવાદ. આ સિદ્ધાંત ભૂલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ મેં મનિષ સિસોદિયા, કે. કવિતા, અને પ્રબિર પુરકાયસ્થ મામલે આ સિદ્ધાંતને પુન:જીવિત કર્યો હતો. જસ્ટિસ કૃષ્ણ અય્યરનું પણ માનવું હતું કે, અંડરટ્રાયલ લોકોને જેલમાં રાખવા જોઈએ નહીં. ટ્રાયલ વિના લાંબો સમય સુધી જેલમાં રાખવાનો ર્નિણય યોગ્ય નથી.
જસ્ટિસ ગવઈએ જામીનના આ સિદ્ધાંતની યાદ અપાવી
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બીઆર ગવઈએ આગળ કહ્યું કે, ભારતીય ન્યાયપાલિકામાં જસ્ટિસ કૃષ્ણ અય્યરની ઓળખ લીકથી અલગ કામ કરવાના લીધે છે. તેમણે અનેક એવી ચીજો લાગુ કરી છે, જે પરંપરાઓની જેમ ચાલી આવતી હતી. તેમણે આ સિદ્ધાંત પર પણ ભાર મૂક્યો હતો કે, જામીન અધિકાર છે, જેલ અપવાદ છે.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોર્ટ આ સિદ્ધાંતને ભૂલવાનો પ્રયાસ કરી રહી છે. મને આનંદ છે કે, ગતવર્ષે મને તક મળી અને મેં આ સિદ્ધાંતને યાદ અપાવ્યો. મેં પ્રબિર પુરકાયસ્થ, મનિષ સિસોદિયા અને કે. કવિતાના કેસમાં આ સિદ્ધાંતનો અમલ કર્યો.
જસ્ટિસ બીઆર ગવઈએ એવા ઘણા કેસોની યાદ અપાવી, જેમાં મનીષ સિસોદિયા, કે. કવિતાનો કેસ સામેલ હતો. જેમની દિલ્હીમાં લીકર કૌભાંડમાં ધરપકડ થઈ હતી. આ મામલે સુનાવણી સુપ્રીમ કોર્ટ પહોંચી ત્યારે જસ્ટિસ ગવઈએ જામીનના આ સિદ્ધાંતની યાદ અપાવી હતી.
વધુમાં તેમણે જસ્ટિસ આર. કૃષ્ણ અય્યરની કામ કરવાની ઢબના વખાણ કરતાં તેમની તરફ ધ્યાન દોર્યું હતું કે, તેમણે લિંગ અસમાનતા દૂર કરવાના પગલાં લીધા હતા. તેમજ કેદીઓની સ્થિતિ, ગરીબોને જામીન ન મળવા જેવી સમસ્યાઓ પર વાત કરી હતી. તેઓ એવા જજ હતાં, જેમણે નિયમો વચ્ચે પણ માર્ગ શોધી ગરીબોને જામીન આપ્યા હતાં.
જસ્ટિસ અય્યર હંમેશા ધ્યાન રાખતા કે, ક્યારેય લોકોના મૂળ અધિકારોનું ઉલ્લંઘન ન થાય. લોકોને પૂરતી આઝાદી મળે અને તે ગરીબીમાંથી બહાર આવી ગરિમા સાથે જીવન વ્યતિત કરે. તેઓ હંમેશા કહેતાં કે, એવા સમાજની રચના થાય, જ્યાં 3 ઉત્પીડનની સમસ્યા શૂન્ય હોય.