Last Updated on by Sampurna Samachar
ભાજપે અમદાવાદમાં રીક્ષા ચાલકને આપી ટિકિટ
રીક્ષા ચાલક, સિવિલ હોસ્પિટલના કર્મચારી અને કોરોના પ્લેન ક્રેશ જેવી ઘટનામાં સારી કામગીરી કરનારને ટિકિટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપ દરેક પક્ષ, દરેક લોકોની સાચવીને ર્નિણય લે છે. ભાજપમાં પાયાના કાર્તકર્તાને પણ એટલુ જ માનપાન મળે છે. ત્યારે ભાજપે અમદાવાદ મહાનગરપાલિકામાં કર્મષ્ઠ લોકો, અને સારું કામ કરનારા લોકોને ઉમેદવાર બનાવીને ઉમેદવારોની પસંદગીમાં સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે બરાબરનો જામ્યો છે. ભાજપે ગુજરાતમાં નવા ચહેરાઓને મેદાને ઉતર્યા છે. અસારવાથી રિક્ષા ચાલક દશરથ પટણીને ભાજપે ટિકિટ આપી છે. દશરથ પટણી રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. તો અસારવા સિવિલ હોસ્પિટલમાં કામ કરતા ગિરીશ વણઝારને પણ ભાજપ દ્વારા ટિકિટ મળી છે.
રાજુ પટેલને ભાજપે શાહીબાગમાં ઉમેદવાર બનાવ્યા
ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખ્યું છે. અમદાવાદમાં ૧૯૨ ઉમેદવારમાં ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેમાં નવા ચહેરા સાથે જુના ચહેરાનો પણ સમાવેશ થાય છે.
ત્યારે નવા ચહેરામાં કર્મઠ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. પાર્ટી માટે કામ કરતા પાયાના કાર્યકર્તાઓની કામગીરીને પણ ધ્યાનમાં રાખીને તેમને પાર્ટીએ ટિકિટ આપીને સાચવ્યા છે. મતલબ કે, સારું કામ કરશો તો ભાજપ ફળ આપશે. તો બીજી તરફ, પોતાના વિસ્તારમાં વિકાસનું કમળ ન ખીલવી શકનારા અનેક ઉમેદવારોની ભાજપે ટિકિટ કાપી લીધી છે.
વાત કરીએ તો, અમદાવાદમાં અસારવામાં પાર્ટીમાં સક્રિય એવા રીક્ષા ચાલક દશરથ પટણીને ટિકિટ આપવામાં આવી છે. દશરથ પટણી રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે અસારવામાં જ અસારવા સિવિલ હોસ્પિટલમાં કામ કરનાર ગિરીશ વણઝારને પણ ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. બંને ઉમેદવારોએ પ્રજાલક્ષી કામ કરવા અને પ્રજા વચ્ચે ખડેપગે રહેવા આશ્વાસન આપ્યું.
આ ઉપરાંતે કોરોના અને અમદાવાદમાં પ્લેન ક્રેશ સમયે ખડેપગે રહી જે લોકોએ કામગીરી કરી, એ તમામને ભાજપે સાચવ્યા છે. જેમાં ડોક્ટર, નેતા, કાર્યકર અને પ્રજા વચ્ચે સંકલન કરનારોને ટિકિટ ફાળવાઈ છે. તો શાહીબાગમાં પ્લેન ક્રેશ સમયે સોના-ચાંદીના ગાદીના પરત આપનાર રાજુ પટેલને ભાજપે ટિકિટ આપી છે.