Last Updated on by Sampurna Samachar
રસ્તાની સાઇડમાં બાંધેલ તંબુમાં લોકો કરી રહ્યા હતા નાસ્તો
(સંપૂર્ણ સમાચાર સેવા)
છોટાઉદેપુરમાં ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક પૂરઝડપે આવેલી કાર તંબૂમાં ઘુસી ગઈ હતી. તંબુમાં ધસમસતી કાર ઘુસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ૩ લોકોને ઈજા પહોંચી છે. જ્યારે આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
બોડેલીથી છોટાઉદેપુર માર્ગની બાજુમાં લારી પાસે બાંધેલા તંબુમાં કાર ઘુસી ગઈ હતી. તંબુમાં કેટલાક લોકો નાસ્તો કરી રહ્યા હતા ત્યારે જ આ બેકાબૂ કાર ઘસી આવી હતી. લક્ઝરિયસ કાર અચાનક ઘૂસી જતાં નાસ્તો કરી રહેલા લોકોમાં નાશભાગ મચી હતી. મળતી માહિતી અનુસાર, કારચાલક કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી કાર પૂરપાટ ઝડપે રસ્તાના બાજુમાં આવેલા તંબુમાં ઘુસી ગઈ હતી. જ્યાં કેટલાક લોકો નાસ્તો કરી રહ્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, તંબુમાં લોકો નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે આંખના પલકારે પૂરપાટ ઝડપે કાર ઘુસી ગઈ હતી. જેના અંદાજ આવતાં જ નાસ્તો કરી રહેલો એક વ્યક્તિ ભાગવાનો પ્રયાસ કરે છે. જેના લીધે તેનો જીવ બચી જાય છે અને સામાન્ય ઈજા પહોંચવા પામી હતી.