Last Updated on by Sampurna Samachar
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની આવક નોંધાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
લસણની બજારમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે હાલ લસણની બજારમાં ધીમે ધીમે મંદી જોવા મળી રહી છે અને છેલ્લા બે દિવસમાં લસણના ભાવમાં ૨૦ કિલોમાં ૫૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે અને આગામી દિવસોમાં લસણનો ભાવ હજુ ઘટવાની શક્યતા છે. લસણનો ભાવ ઘટવાની મુખ્ય શક્યતા ચાઈનીઝ લસણના આયાતને પગલે થઈ હોય એવું લાગી રહ્યું છે.
સૌરાષ્ટ્રના વેપારીઓ લસણમાં આ વર્ષે આસમાનની ઊંચા ભાવ જોવાની આશા મળે તેવી શક્યતાઓ હતી પરંતુ હાલ ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. નવા લસણની આવક ચાલુ થવાની સાથે જ બજારો આગામી દિવસોમાં વધુ તૂટે તેવી પણ ધારણા કેટલાક વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણની ૧૬૦૦ કટ્ટાની આવક નોંધાઈ હતી અને લસણનો ભાવ સામાન્ય ૧,૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા નોંધાયો હતો. જ્યારે મીડીયમ ક્વોલિટીનો ભાવ ૧૫૦૦ રૂપિયાથી ૧,૯૦૦ રૂપિયા નોંધાયો હતો. જ્યારે સારી ક્વોલિટીનો ભાવ ૧૯૦૦ રૂપિયાથી ૨,૩૦૦ રૂપિયા નોંધાયો હતો અને સુપર લસણનો ભાવ ૨૩૦૦ રૂપિયાથી ૩૪૦૦ રૂપિયા સુધી બોલાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, ભાવમાં સતત ઘટાડો થયો છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં ૯૫૦ની આવક નોંધાય છે.
જામનગર માર્કેટિંગ યાર્ડમાં આવક સામે ભાવ રૂપિયા ૧૦૦૦ રૂપિયાથી ૩૨૦૦ રૂપિયા સુધી બોલાયા હતા. જનરલ ભાવ બોલાયા હતા અને જામનગર માર્કેટિંગ યાર્ડમાં પણ લસણના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ૫૨૦૦ કટ્ટાની આવક નોંધાઈ હતી. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની આવક નોંધાઈ હતી. ૧૫૦૦ રૂપિયાથી ૩૦૦૦ રૂપિયા બોલાયો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત અઠવાડિયે ૪૦૦૦ રૂપિયાથી પણ વધુ ભાવ બોલાયા હતા. પરંતુ હાલ ભાવમાં સતત ઘટાડો બોલાયો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશની કુલ ૪૫૦૦૦ કટ્ટાની આવક નોંધાય છે.