Last Updated on by Sampurna Samachar
૨૦૨૮ સુધી આઠ હેંગર-ક્લાસ સબમરીન પાકિસ્તાનને મળશે
૪૫૦૦૦ કરોડ રૂપિયાની ડીલ થઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનની નૌસેના તેની પ્રથમ ચાઈનીઝ સબમરીન આગામી વર્ષે સેવામાં સામેલ કરશે. ચીન પાકિસ્તાનની સૈન્ય તાકાતમાં વધારો કરવાં આઠ શક્તિશાળી સબમરીન આપવા જઈ રહ્યું છે. જેના માટે રૂ. ૪૫૦૦૦ કરોડની ડીલ કરી છે.

આ ડીલ હેઠળ ૨૦૨૮ સુધી આઠ હેંગર-ક્લાસ સબમરીન પાકિસ્તાનને મળશે. જે ઉત્તરીય અરબ સાગર અને હિંદ મહાસાગરમાં પાકિસ્તાનની ક્ષમતામાં વધારો કરશે. આ ડીલ સૈન્ય જગતમાં ચર્ચાનો વિષય બની છે, અને ચીનના હથિયારોની ક્ષમતા વર્સિસ પશ્ચિમી તકનિક પર ચર્ચા શરૂ કરી છે. આ ડીલ હેઠળ પ્રથમ ચાર ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરિન ચીનમાં તૈયાર કરવામાં આવશે, જ્યારે અન્ય જહાજ પાકિસ્તામમાં જ એસેમ્બલ કરવામાં આવશે. જેનાથી પાકિસ્તાનની સંરક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજી અને ઔદ્યોગિક ક્ષમતાને પ્રોત્સાહન મળશે.
ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં કર્યુ મોટુ રોકાણ
એઆઈ અને ઓટોમેટિક ટેક્નોલોજી પર ફોકસ કરતાં પાકિસ્તાનના નેવી ચીફ એડમિરલ નાવેદ અશરફે જણાવ્યું કે, આધુનિક યુદ્ધ સતત બદલાઈ રહ્યું છે, તેમાં માનવરહિત પ્રણાલીઓ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, અને ઉન્નત ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી જેવી ટેક્નોલોજી ઝડપથી વધી રહી છે. પાકિસ્તાન નૌસેના હવે આ નવી ટેક્નોલોજી પર વિશેષ ધ્યાન આપી રહી છે. ચીન સાથે ભાગીદારીની સંભાવના શોધાઈ રહી છે. પાકિસ્તાન લાંબા સમયથી ચીન પાસેથી મોટાપાયે હથિયાર ખરીદી રહ્યું છે.
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ ઈન્સ્ટીટ્યૂટના આંકડા અનુસાર, પાકિસ્તાન લાંબા સમયથી ચીન પાસેથી મોટાપાયે હથિયાર ખરીદી રહ્યું છે. ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન ચીનની કુલ હથિયાર નિકાસના ૬૦ ટકાથી વધુ હિસ્સો પાકિસ્તાને ખરીદ્યો છે. બંને દેશો વચ્ચે અબજો ડોલરની હથિયારોની ડીલ ઉપરાંત ચીને પાકિસ્તાનમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં પણ મોટાપાયે રોકાણ કર્યું છે. આ કોરિડોર શિનજિયાંગથી ગ્વાદર પોર્ટ સુધી ૩૦૦૦ કિમી વિસ્તરેલો છે. જે ચીનને સીધા અરબ સાગર સાથે જોડે છે.