Last Updated on by Sampurna Samachar
K વિઝાને પર્યવેક્ષક અમેરિકી H1- B વિઝાનું ચીની વર્ઝન કહ્યું
શી જિનપિંગ સરકારે નવા K વિઝા કેટેગરી શરૂ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકી સરકારના H1- B વિઝાની ફીમાં ધરખમ વધારો થયા બાદ દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. આ બધા વચ્ચે ચીને એક મોટું પગલું ભર્યું છે. ચીનની શી જિનપિંગ સરકારે નવા K વિઝા કેટેગરી શરૂ કરી છે. આ વિઝાનો હેતુ દુનિયાભરથી યુવા અને પ્રતિભાશાળી વ્યવસાયિકોને આકર્ષવાનું છે. આ વિઝા હેઠળ ખાસ કરીને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને એસટીઈએમ ક્ષેત્રમાં પ્રતિભાશાળી યુવાઓને ચીન તરફ વાળવાની કોશિશ કરાઈ છે.
ચીની સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા એક અધિકૃત નિવેદનમાં નવા K વિઝા શ્રેણી લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. જણાવવામાં આવ્યું છે કે આ વિઝા હેઠળ વિદેશીઓને પ્રવેશ અને બહાર જવા સંબંધિત નિયમોમાં સંશોધન કરાયા છે. આ નવા નિયમ ૧ ઓક્ટોબર ૨૦૨૫થી લાગૂ થશે.
K વિઝામાં અનેક સગવડો આપવામાં આવી
K વિઝાને પર્યવેક્ષક અમેરિકી H1- B વિઝાનું ચીની વર્ઝન કહે છે. ચીને એવા સમયે આ વિઝા ડિઝાઈન કર્યા છે જ્યારે દુનિયાના દેશ વર્ક વિઝા નિયમોને કડક કરી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ એશિયાના વ્યવસાયિકો માટે આ અમેરિકી વિઝાનો વિકલ્પ હોઈ શકે છે.
ચીની ન્યાય મંત્રાલયના જણાવ્યાં મુજબ કે વિઝા એવા વિદેશી યુવા ટેક્નિકલ પ્રતિભાઓ અને વૈજ્ઞાનિકો માટે ઉપલબ્ધ હશે જેમણે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ કે રિસર્ચ સંસ્થાનોમાંથી ક્ષેત્રોમાં સ્નાતક કે ઉચ્ચતર ડિગ્રી મેળવી હોય. આ વિઝા એવા સંસ્થાનોમાં શિક્ષણ કે રિસર્ચમાં લાગેલા યુવા વ્યવસાયિકો માટે પણ ઉપલબ્ધ હશે.
રિપોર્ટ મુજબ K વિઝા માટે અરજીધારકોએ ચીની અધિકારીઓ તરફથી નિર્ધારિત કરાયેલી યોગ્યતાઓ અને જરૂરિયાતો પૂરી કરવી પડશે. વિદેશોમાં ચીની દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસો દસ્તાવેજાેની સૂચિ બહાર પાડશે જેની જરૂરિયાત અરજી સમયે પડશે. તેમાં શૈક્ષણિક યોગ્યતાનું પ્રમાણ અને વ્યવસાયિક કે રિસર્ચ કાર્યનું પ્રમાણ આપવાનું રહેશે.
ચીનની હાલની ૧૨ સામાન્ય વિઝા શ્રેણીઓની સરખામણીમાં K વિઝામાં અનેક સગવડો આપવામાં આવી છે. આ લાંબી માન્યતા અને રહેવાના લાંબા સમય મામલે ફ્લેક્સિબલ છે. બીજા વર્ક વિઝાથી ઉલટું અરજીધારકોએ કોઈ ડોમેસ્ટિક એમ્પ્લોયર કે સંસ્થા તરફથી આમંત્રણ જારી કરવાની જરૂરિયાત નહીં રહે. તેનાથી પ્રક્રિયા ઓછી પ્રતિબંધાત્મક રહેશે.