Last Updated on by Sampurna Samachar
વર્લ્ડ ટ્રેડ ઓગેર્નાઈઝેશન સમક્ષ અમેરિકા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
ટેરિફ દેશની સમસ્યાઓને ઉકેલી શકે તેમ ટ્રમ્પનુ માનવુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાએ ચીન પર ૨૦ ટકા ટેરિફ લાદ્યા બાદ ચીને પણ જવાબી કાયર્વાહીના ભાગરૂપે અમેરિકાની પ્રોડક્ટ્સ પર ૧૦ થી ૧૫ ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ ટેરિફ ૧૦ માચર્થી લાગુ થશે. ચીને વર્લ્ડ ટ્રેડ ઓગેર્નાઈઝેશન સમક્ષ ટ્રમ્પની ટેરિફ નીતિ વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. ચીનના નાણા મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી.
ચીનના નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘આ ટેરિફ અમેરિકા (AMERICA) માંથી આયાત થતાં ઘઉં, મકાઈ, કપાસ સહિત ટોચની અમેરિકન પ્રોડક્ટ્સ પર લાગુ થશે. આ ર્નિણયથી વિશ્વની બે ટોચની અર્થવ્યવસ્થા વચ્ચે ટ્રેડવોર શરૂ થયુ છે. ચીનનો આ ર્નિણય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર ૨૦ ટકા ટેરિફ લાદવાના આદેશ બાદ લેવાયો છે. અમેરિકામાંથી આયાત થતાં ઘઉં, મકાઈ અને કપાસની આયાત પર ૧૫ ટકા, જ્યારે જુવાર, સોયાબિન, ફળો, શાકભાજી અને ડેરી સહિતની પ્રોડક્ટ્સ પર ૧૦ ટકા ટેરિફ લાદવામાં આવશે.’
અમેરિકાએ કેનેડા, મેક્સિકો તથા ચીનમાંથી આયાત પર ટેરિફ લાગુ કરતાં જ આ દેશોએ પણ સામે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. કેનેડાએ પણ અમેરિકાની ૧૨૫ અબજ ડોલરની પ્રોડક્ટ્સ પર ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. મેક્સિકો પણ ઠોસ પગલાં લેતાં ટેરિફ લાદશે. ટ્રમ્પના ટેરિફ વોરથી વિશ્વભરમાં ટ્રેડવોર છેડાયું છે.
અમેરિકાએ ચીનની પ્રોડક્ટ્સ પર ટેરિફ વધારી બમણો કર્યો
ટ્રમ્પ માને છે કે, ટેરિફ દેશની સમસ્યાઓને ઉકેલી શકે છે. પરંતુ તેનાથી વિશ્વભરમાં ફુગાવાની સ્થિતિ સજાર્વાની ભીતિ અથર્શાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, ટેરિફ એ એક શક્તિશાળી હથિયાર છે, જેનો રાજનેતાઓએ ઉપયોગ કર્યો નથી. કારણકે, તેઓ મૂર્ખ હતાં, અપ્રમાણિક હતાં. તેઓ પોતે પૈસા કમાવા નેતા બન્યા હતાં.