Last Updated on by Sampurna Samachar
ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન થઇ શકે
આ વર્ષે ચીને અમેરિકા પાસેથી સોયાબીનની ખરીદી સંપૂર્ણ બંધ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રમુખ ડોનાન્ડ ટ્રમ્પની ‘ટેરિફ દાદાગીરી’નો ચીને જડબાતોડ જવાબ આપ્યો છે. ટ્રમ્પે ચીન પર ટેરિફ ઝિંક્યો હતો, જેના જવાબમાં ચીને અનેક અમેરિકન ઉત્પાદનની આયાત અટકાવી દીધી હતી, જેના કારણે હવે તે ઉત્પાદનને લાગતી-વળગતી કંપનીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે.
ચીન સૌથી વધુ અમેરિકા પાસેથી સોયાબીન આયાત કરી છે, તેથી ચીનના વળતા જવાબની સૌથી વધુ અસર સોયાબીન સેક્ટર પર પડી છે. જ્યારે ટ્રમ્પે ચીન પર ટેરિપ ઝિંક્યો હતો, ત્યારે ચીને તાત્કાલીક સોયાબીન પર ૩૪ ટકા ટેરિફ લગાવી દીધો હતો. એટલું જ નહીં ચીને તેની ખરીદી પણ બંધ કરી નાખી હતી.મીડિયા રિપોર્ટ મુજબ, ચીને આયાત અટકાવી દીધી હોવાના કારણે અમેરિકામાં સોયાબીનનું ઉત્પાદન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
જુવાર, મકાઈ, કપાસ અને દરિયાઈ ખોરાક પર ચીનનો ટેરિફ
સોયાબીનનો જથ્થો આગળ ન જતા ખેડૂતો હાલ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, અમેરિકાએ ૨૦૨૪માં કુલ ૨૪.૫ અબજ ડૉલરની સોયાબીનની નિકાસ કરી હતી, જેમાંથી અડધો અડદ એટલે કે ૧૨.૫ અબજ ડૉલરનું ઉત્પાદન એકલા ચીને ખરીદ્યું હતું. જોકે આ વર્ષે ચીને અમેરિકા પાસેથી સોયાબીનની ખરીદી સંપૂર્ણ ટાળી દીધી છે, જેના કારણે અમેરિકન ખેડૂતો કરોડો રૂપિયાના નુકસાનનો સામનો કરી રહ્યા છે.
અમેરિકન સોયાબીન એક્સપોર્ટ કાઉન્સિલના સીઈઓએ કહ્યું કે, ‘આયાત બંધ થવાના કારણે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો સોયાબીનના પાકને લઈન ચિંતિત છે, કારણ કે પાક કાપવાનો સમય નજીક આવી ગયો છે. સોયાબીનના વેપાર માટે બંને દેશો વચ્ચે અનેક વખત બેઠક યોજાઈ છે, જાેકે તેનું કોઈ નિવેડો આવ્યો નથી.’ ટ્રમ્પે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, ચીન સાથે સોયાબીન મુદ્દે સમજૂતી નહીં થાય તો તેઓ ખેડૂતોને રાહત પેકેજ આપી શકે છે. તો ખેડૂતોએ કહ્યું છે કે, રાહત પેકેજના કારણે માત્ર થોડો સમય જ ઉકેલ આવી શકે છે, તેનાથી કાયમી ઉકેલ નહીં આવે.
મીડિયા રિપોર્ટ મુજબ, ચીન શરત મૂકી છે કે, અમેરિકા અયોગ્ય ટેરિફ હટાવશે, પછી જ સોયાબીનની ખરીદી પર વિચારણા કરશે. ટ્રમ્પના ટેરિફ એટેક માત્ર ચીને સોયાબીન સહિત જુવાર, મકાઈ, કપાસ અને દરિયાઈ ખોરાક પર પણ વળતો ટેરિફ ઝિંક્યો છે.