Last Updated on by Sampurna Samachar
ચીનના વિદેશ મંત્રી ઇસ્લામાબાદનો પ્રવાસ કરશે
પાકિસ્તાનના ઉપ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રીના આમંત્રણ પર થશે મુલાકાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીનના વિદેશ મંત્રી વાંગ યી ૨૧ ઓગષ્ટ ૨૦૨૫ના રોજ ઇસ્લામાબાદનો પ્રવાસ કરશે. આ યાત્રા પાકિસ્તાનના ઉપ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક ડારના આમંત્રણ પર થઇ રહી છે. ૩ વર્ષમાં ચીનના વિદેશ મંત્રી પ્રથમ વખત પાકિસ્તાનની યાત્રાએ જઇ રહ્યા છે. આ યાત્રા બન્ને દેશ વચ્ચેના ઉચ્ચ સંપર્કનું ઉદાહરણ પુરુ પાડે છે.
ચીનના વિદેશ મંત્રાયલના પ્રવક્તા માઓ નિંગે માહિતી આપી હતી કે, આ પ્રવાસ દરમિયાન વાંગ યી પાકિસ્તાનના નેતાઓ સાથે મુલાકાત કરશે. અને પાકિસ્તાનના ઉપપ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મોહમ્મદ ઇશાક ડાર સાથે મળીને બેઠક યોજશે. આ બેઠક છઠ્ઠા તબક્કા છે.
ચીન અને પાકિસ્તાન દરેક તબક્કામાં ભાગીદાર
જેમાં ચીન-પાકિસ્તાન વિદેશ મંત્રીઓના સંવાદ માટે તેઓ અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં દ્વીપક્ષીય સંબંધોની સાથે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવશે. માઓ નિંગે વધુમાં કહ્યુ હતુ કે, ચીન અને પાકિસ્તાન દરેક તબક્કામાં ભાગીદાર છે. બન્ને દેશ વચ્ચે વિશ્વાસનો સારો સંબંધ છે. પ્રવક્તાએ કહ્યુ હતુ કે, ચીન પાકિસ્તાન સાથે મળીને વિવિધ મુદ્દાઓ પર સહમતિ સાધીને સંબંધો આગળ વધારશે.
પાકિસ્તાન અને ચીન વચ્ચે રાજનૈતિક સંબંધો તો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી ૨૧ ઓગષ્ટના રોજ ઇસ્લામાબાદ જશે. બન્ને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીત થશે. આ મુલાકાતનો હેતુ રણનીતિને વધુ ગંભીર કરવી અને રાજનૈતિક ભાગીદારીને સમજવાની છે. એકબીજાને વિવિધ મુદ્દાઓ પર સમર્થન આપવાનો છે. આર્થિક અને વેપારી સંબંધો આગળ વધારવાનો છે. ક્ષેત્રીય શાંતિ, વિકાસ તથા સ્થિરતાને મજબૂત કરવું પણ આ મુલાકાતનો મુખ્ય હેતુ છે