Last Updated on by Sampurna Samachar
તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
૨૦૨૨ થી ૨૦૨૬ સુધીની સેટેલાઈટ તસવીરોના અધ્યયનથી જાણવા મળ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીનના સિચુઆનની સેટેલાઈટ તસવીરોએ ભારતનું ટેન્શન વધારી દીધું છે. આ સેટેલાઈટ તસવીરોમાં ડ્રેગનના ઈરાદા ઉઘાડા થયા છે. એક અહેવાલ પ્રમાણે ૨૦૨૨ થી ૨૦૨૬ સુધીની સેટેલાઈટ તસવીરોના અધ્યયનથી જાણવા મળ્યું છે કે ચીન સિચુઆન પ્રાંતમાં ગુપ્ત રીતે પરમાણુ પ્લાન્ટ બનાવી ચૂક્યું છે.

જિયોસ્પેશિયલ ઈન્ટેલિજન્સ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે ચીને ૨૦૧૯ બાદથી પરમાણુ હથિયારોને લઈને પોતાનું ઓપરેશન તેજ કરી દીધું છે. આ બાબત માત્ર લશ્કરી શક્તિનું પ્રદર્શન નથી પરંતુ વૈશ્વિક સુરક્ષા માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે.
અમેરિકાએ ૨૦૨૦માં જ દાવો કર્યો હતો
ચીને સિચુઆનમાં જીટૉન્ગ નામના સ્થાન પર ઘાટીઓ વચ્ચે મોટા-મોટા બંકર બનાવ્યા છે. અહીં પાઈપોનું નેટવર્ક બિછાવવામાં આવ્યું છે. એક્સપર્ટસનું કહેવું છે કે, અહીં પહાડો ખોદીને પરમાણુ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે વિશ્વભરમાં પહેલાથી જ પરમાણુ હથિયારો અંગે તણાવ ચાલી રહ્યો છે. આ જ મુદ્દે અમેરિકા અને ઈરાન આમને-સામને આવી ગયા છે અને સીધી ધમકી આપી રહ્યું છે કે, જો ઈરાન સાથે ડીલ નહીં થઈ તો અમેરિકા ઈરાન પર હુમલો કરી દેશે. બીજી તરફ ચીનનું પરમાણુ અભિયાન માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.
આ તસવીર પ્રમાણે ચીન સતત પોતાની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. અમેરિકાએ ૨૦૨૦માં જ દાવો કર્યો હતો કે, ચીન ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવુ છે કે, ચીન અને રશિયા સંયુક્ત રીતે અમેરિકા સાથે ન્યૂક્લિયર વેપન એગ્રીમેન્ટ કરે. અમેરિકા અને રશિયા વચ્ચેનો પરમાણુ શસ્ત્ર નિયંત્રણ કરાર સમાપ્ત થઈ ગયો છે અને તેથી ચીને ભવિષ્યના કરારનો હિસ્સો બનવો જોઈએ.
પેન્ટાગોનના એક અંદાજ પ્રમાણે ૨૦૨૬ના અંત સુધીમાં ચીન પાસે ૫૦૦થી વધુ પરમાણુ શસ્ત્રો હોઈ શકે છે. બીજી તરફ તેનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં આ આંકડો વધારીને ૧,૦૦૦ સુધી પહોંચાડવાનો છે. જાેકે, ચીન હાલમાં રશિયા અને અમેરિકાથી ઘણું પાછળ છે અને તે આગામી ૧૦ વર્ષમાં પણ રશિયાની બરાબરી ન કરી શકે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે, ચીનનો વધતો પરમાણુ શસ્ત્રાગાર માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના એક અધિકારીનું કહેવું છે કે આ ટ્રેંડ ખૂબ જ ચિંતાજનક છે. જીટૉન્ગ અને પિંગટોંગમાં નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે, જ્યાં એક નવું કોમ્પલેક્સ પણ બનાવવામાં આવી રહ્યું છે. સરંક્ષણ નિષ્ણાતો આને ભારતની સુરક્ષા માટે એક મોટા પડકાર તરીકે જાેઈ રહ્યા છે. ે