તિબેટમાં રોજગારી સર્જન થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય ચીનમાં સ્થિત થ્રી ગોર્જેસ ડેમ વર્તમાનમાં વિશ્વનો સૌથી મોટો ડેમ છે. ચીને તેનાથી પણ સૌથી વધુ શક્તિશાળી ડેમને લીલી ઝંડી આપી દીધી છે. નવો ડેમ તિબેટ પઠારના પૂર્વીય છેડા પર, યારલુંગ જાંગ્બો નદી પર બાંધવામાં આવશે. જે વાર્ષિક ૩૦૦ બિલિયન કિલોવોટ ઉર્જા ઉત્પન્ન કરશે. થ્રી ગોર્જેસ ડેમની ૮૮.૨ બિલિયન કિલોવોટ પ્રતિ કલાકની ડિઝાઇન ક્ષમતામાં ત્રણ ગણો વધારો કરશે. ચીનના આ પ્રસ્તાવિત ડેમમાંથી ભારત અને બાંગ્લાદેશમાં લાખો લોકોને અસર થશે.
ચીનના સરકારી ઉર્જા નિગમના આ પ્રોજેક્ટથી દેશના કાર્બન ન્યૂટ્રેલિટીના લક્ષ્યો હાંસલ કરવામાં મદદ મળશે. અધિકારીઓએ જણાવ્યું કે, તેનાથી એન્જિનિયરિંગ જેવી ઇન્ડસ્ટ્રીમાં તેજી આવશે અને તિબેટમાં રોજગારી સર્જન થશે.
યારલુંગ જાંગ્બો નદીમાં ૬૫૬૧ ફૂટની ઊંચાઈ પર આ ડેમ બાંધવામાં વશે. થ્રી ગોર્જેસ ડેમ બાંધવાનો ખર્ચ ૩૪.૮૩ અબજ ડૉલર થશે. જેમાં વિસ્થાપિત થયેલા ૧૪ લાખ લોકોનું પુનઃવર્સન પણ કરાશે. ચીને હજી સ્પષ્ટતા કરી નથી કે, આ પ્રોજેક્ટ હેઠળ કેટલા લોકોને વિસ્થાપિત કરવામાં આવશે. જોકે, તેના અધિકારીઓએ જણાવ્યું છે કે, ડેમથી પર્યાવરણ કે જળ પુરવઠા પર કોઈ અસર નહીં થાય. યારલુંગ જાંગ્બો તિબેટથી નીકળી દક્ષિણમાં ભારતના અરુણાચલ પ્રદેશ અને અસમ રાજ્યોમાં વહી અંતે બાંગ્લાદેશમાં આવતાં આવતાં બ્રહ્મપુત્ર નદીમાં ભળી જાય છે. આ બંધથી નદીના પ્રવાહ અને દિશામાં ફેરફાર થવાની ભીતિ છે. જેથી ભારત અને બાંગ્લાદેશને મળતાં પાણીના પ્રવાહ અને પુરવઠામાં ઘટાડો થઈ શકે છે.