Last Updated on by Sampurna Samachar
એમનેસ્ટી ઈન્ટરનેશનલ રિપોર્ટમાં કરવામાં આવ્યો ઉલ્લેખ
કુખ્યાત કિમ જોંગનું નવુ ડેથ વોરંટ તો વધુ ચોકાવનારુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચેની દુશ્મની અલગ જ દેખાઇ છે. જ્યાં ઉત્તર કોરિયાના તાનાશાહે એક એવો ર્નિણય લીધો છે. જેના કારણે ઉત્તર કોરિયાના લોકો ટીવી જોતા પણ વિચાર કરે છે. કિમ જોંગ ઉન ઈચ્છે છે કે તેમના દેશના નાગરિકો પડોશી દેશ દક્ષિણ કોરિયાનો કોઈપણ ટીવી શો ન જુએ.

દુનિયાનો સૌથી રહ્સ્યમય દેશ, જ્યાં મોત પણ એક ગુનો માનવામાં આવે છે. અહીં મોતનો હુકમ ખુદ દેશનો તાનાશાહ કિમ જોંગ ઉન આપે છે. ક્યારેક કોઈને ગોળી મારી દેવામાં આવે છે. તો ક્યારેક શિકારી પ્રાણીઓના પાંજરામાં ફેકી દેવામાં આવે છે. તો ક્યારે ફાંસી પર લટકાવી દેવામાં આવે છે. પોતાની વિકૃતિઓ માટે દુનિયાભરમાં કુખ્યાત કિમ જોંગનું નવુ ડેથ વોરંટ તો વધુ ચોકાવનારુ છે. આનો ઉલ્લેખ એમનેસ્ટી ઈન્ટરનેશનલ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
કેટલાક કિશોરોએ ચુપચાપ આ સિરીઝ જોઈ લીધી
રિપોર્ટ મુજબ દક્ષિણ કોરિયાની એક સિરીઝ જોવાને કારણે સ્કૂલના બાળકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. યાંગગાંગ પ્રાંતમાં દક્ષિણ કોરિયાની સિરીઝ ‘સ્ક્વિડ ગેમ’ ખૂબ લોકપ્રિય હતી. ઉત્તર કોરિયાના કેટલાક કિશોરોએ ચુપચાપ આ સિરીઝ જોઈ લીધી. ઉત્તર કોરિયામાં દક્ષિણ કોરિયાનો ટીવી શો કે સિરિઝ જોવા પર પ્રતિબંધ છે.