Last Updated on by Sampurna Samachar
રમતા-રમતા ગૂમ થયાં બાદ મળ્યો મૃતદેહ
ઉદ્યોગનગર પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરના ધોરાજીમાં જેતપુરમાં પાણીનાં ટાંકામાં પડતા ૫ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. બાળક રમતા રમતા અકસ્માતે ટાંકામાં પડ્યો હોવાનું અનુમાન માનવામાં આવી રહ્યું છે. ત્રણ બહેનોના એકના એક ભાઈનું મોત થતા પરિવારમાં શોક છવાયો છે. ઉદ્યોગનગર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુત્રોથી મળતી માહિતી પ્રમાણે વડોદરાના ધોરાજી તાલુકામાં જેતપુર ગામમાં કરૂણ ઘટના બની છે. ધોરાજી રોડ પર આવેલા જલારામ નગરમાં ૫ વર્ષનું બાળક રમત રમતાં પાણીનાં ટાંકામાં પડી જતા કરૂણ મોત નિપજ્યું છે. ઘરના ફળિયામાં રહેલ પાણીના ટાંકામાં બાળક પડ્યો હતો, રમતા-રમતા ગૂમ થયાં બાદ પાણીના ટાંકામાંથી મૃતદેહ મળી આવતાં માતાપિતા ચોધાર આંસુએ રડ્યાં હતા. બાળક રમતા રમતા અકસ્માતે ટાંકામાં પડ્યો હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે.
ત્રણ બહેનોના એકના એક ભાઇના મોતથી શોક
ધાર્મિક અપારનાર્થી નામનો ૫ વર્ષીય બાળક અકાળે મોતને ભેટ્યો હતો. બાળકને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો છે, ત્રણ બહેનોના એકના એક ભાઈનું મોત થતા પરિવારમાં શોક છવાયો છે. ઉદ્યોગનગર પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.