Last Updated on by Sampurna Samachar
૨૦ વર્ષની રાહ બાદ દંપતીના ઘરે સંતાનનો થયો હતો જન્મ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં ફરી એક વાર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં હીંચકા પર ટાઈ પહેરીને રમતા બાળકનું મોત થયુ હોવાનું સામે આવ્યું છે. વડોદરાના નવાપુરાના લક્ષ્મી ફ્લેટના ત્રીજા માળના મકાનમાં ૧૦ વર્ષના બાળકને ગળેફાંસો આવી જતા મોત થયો હતો. ૨૦ વર્ષની રાહ બાદ દંપતીના ઘરે સંતાનનો જન્મ થયો હતો. ઘરની બહાર લગાવેલા હીંચકામાં બાળક રમતું હતુ. ત્યારે ૧૦ વર્ષીય રચિત પટેલના ગળે ટાઈ વીંટાઈ જતા ફાંસો આવી ગયો હતો. જેના પગલે બાળકનું મોત નિપજ્યું છે. પિતાની નજર પડતા બાળકને હીંચકામાંથી ઉતારી તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતુ.
હોસ્પિટલમાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતુ. જોકે આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.