Last Updated on by Sampurna Samachar
નાળા ઉપર કોઈ બાંધકામ ન થવું જોઈએ
ગોરખપુરની સ્વચ્છતા સિદ્ધિઓની પ્રશંસા કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે ગોરખપુરમાં ૧૭૭ પરિયોજનાઓના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘અભિનેતા અને ભાજપ સાંસદ રવિ કિશને રામગઢ તાલ વિસ્તારમાં નાળા ઉપર મકાન બનાવ્યું છે. અમે પહેલાથી જ કહ્યું હતું કે નાળા ઉપર પર કોઈ પણ બાંધકામ ન થવું જોઈએ, નહીં તો મુશ્કેલી થશે.
ગોરખપુરમાં પરિયોજનાઓના ઉદ્ઘાટન કાર્યક્રમમાં દરમિયાન રમૂજી અંદાજમાં મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કહ્યું કે, ‘નાળા ઉપર કોઈ બાંધકામ ન થવું જોઈએ, કારણ કે તેનાથી પૂર જેવી સમસ્યાઓ થઈ શકે છે. રવિ કિશનએ રામગઢ તાલ વિસ્તારમાં નાળા ઉપર મકાન બનાવ્યું છે. પરંતુ હવે મશીન બધું પકડી લે છે. ગેરકાયદે બાંધકામ દૂર કરવું જોઈએ.
‘શીશમહલ‘ કહીને મજાક કરી હતી
મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કાર્યક્રમમાં ગોરખપુરની સ્વચ્છતા સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, અર્બન ફ્લડ સેન્ટર, સેન્સર ટેકનોલોજી અને આધુનિક ડ્રેનેજ સિસ્ટમ જેવી નવીનતાઓએ શહેરને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવ્યું છે.‘ આ ઉપરાંત તેમણે નાગરિકોને શેરીઓમાં કચરો ન ફેંકવા અને સ્વચ્છતા પ્રત્યે સભાન રહેવાની અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગોરખપુરમાં વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણીવાર રવિ કિશન પર હળવી ટીકા કરતા જોવા મળ્યા છે. મે ૨૦૨૫માં શહેરી સુવિધા કેન્દ્રના ઉદ્ઘાટન દરમિયાન તેમણે રવિ કિશનના ઘરને ‘શીશમહલ‘ કહીને મજાક કરી હતી. ડિસેમ્બર ૨૦૨૩માં એક કાર્યક્રમમાં તેમણે મજાકમાં પૂછ્યું હતું કે, ‘શું રવિ કિશનને મોમોઝ ખાધા પછી પૈસા ચૂકવ્યા છે કે નહીં.