Last Updated on by Sampurna Samachar
સૈનિકોના બલિદાન અને શૌર્યને શ્રદ્ધાંજલિ આપતો ગરબો
ગરબાને સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલ દ્વારા સ્વરબદ્ધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં નવરાત્રિનો માહોલ જામી રહ્યો છે. ત્યારે એક અનોખો અને દેશભક્તિસભર ગરબો લોન્ચ કરવામાં આવ્યો છે. આ ગરબો ભારતીય સેનાના શૌર્ય અને તાજેતરના ઓપરેશન સિંદૂર પર આધારિત છે. આ ગીતને ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને તેની પ્રશંસા કરી છે, જેના કારણે તે ચર્ચામાં આવ્યો છે.
નવરાત્રિના તહેવારની તૈયારીઓ વચ્ચે, આ વર્ષે એક અનોખો ગરબો રજૂ કરવામાં આવ્યો છે. જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ ગરબાનું વિષયવસ્તુ પરંપરાગત ગરબા ગીતોથી તદ્દન અલગ છે. તે ભારતીય સેનાના જવાનોની બહાદુરી અને આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા એક મહત્વપૂર્ણ ઓપરેશન, ઓપરેશન સિંદૂર પર આધારિત છે.
દેશ માટે બલિદાન આપનારા જવાનો પ્રત્યેની કૃતજ્ઞતા
આ ગીત આપણા સૈનિકોના બલિદાન અને શૌર્યને શ્રદ્ધાંજલિ આપે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ગરબાની નોંધ લીધી અને તેને પોતાના X એકાઉન્ટ પર શેર કરીને આ પહેલને બિરદાવી. આ સુંદર અને ભાવનાસભર ગરબાને સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલ દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યો છે. પાર્થિવ ગોહિલના મધુર અવાજે ગીતમાં દેશભક્તિની લાગણીને વધુ પ્રબળ બનાવી છે. આ ગરબો માત્ર નવરાત્રિના ઉત્સવનો ભાગ નથી, પરંતુ તે દેશ માટે બલિદાન આપનારા જવાનો પ્રત્યેની કૃતજ્ઞતા પણ વ્યક્ત કરે છે.