Last Updated on by Sampurna Samachar
જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા રૂ.૮૫ કરોડ ફાળવાયા
ગાંધીનગર સમારોહમાં ચેક આપવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર શહેરના વિવિધ વિકાસકાર્યો કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે જામનગર મહાનગરપાલીકાને રૂા. ૮૫ કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં મેયર-કમીશનર સહિતના મહાપાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

જામનગર સહિત આઠેય મહાનગરપાલિકાના વિકાસના કામો ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ઓડા ઓડીટોરીયમ હોલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે આઠેય મહાપાલીકાઓ વચ્ચે રૂા.૨,૮૦૦ કરોડની રકમના અલગ-અલગ ચેક અર્પણ સમારોહ યોજવામાં આવ્યો છે.
જામનગર પાલિકામાંથી હાજર રહ્યા
સમારોહમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી અને રાજયમંત્રી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જેમાં જામનગર મહાપાલીકાને સરકાર દ્વારા રૂ.૮૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.જામનગર મહાનગરપાલિકા તરફથી આ કાર્યક્રમમાં જામનગરથી મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક તેમજ મહાનગરપાલિકાના કમિશનર હાજર રહ્યા હતા.