Last Updated on by Sampurna Samachar
એપલની ટેલેન્ટેડ ટીમ દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું
એપલનુ મોટુ અને મહત્વનુ પગલું
(સંપૂર્ણ સમાચાર સેવા)
એપલ દ્વારા હાલમાં પોતાના AI ચેટબોટને બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. એપલ દ્વારા આ માટે એક ઇન્ટર્નલ ટીમ બનાવવામાં આવી છે જેને આન્સર્સ, નોલેજ અને ઇન્ફોર્મેશન (AKI) નામ આપવામાં આવ્યું છે. આ ટીમ દ્વારા એપલનું AI ચેટબોટ બનાવવામાં આવી રહ્યું છે. આ ટીમને રોબી વોકર અને એપલના AI ચીફ જોન જીનાન્ડ્રીયા દ્વારા લીડ કરવામાં આવી રહી છે. એપલ પહેલી વાર AI ચેટબોટ બનાવી રહ્યું છે. આ ચેટબોટ ચેટજીપીટી અને ગૂગલના AI ટૂલને ટક્કર આપશે.
એપલ દ્વારા અત્યાર સુધીમાં AI માં કોઈ ખાસ પગલું નહોતું ભરવામાં આવ્યું. તેમણે અન્ય કંપનીની સરખામણીમાં સામાન્ય ફીચર્સ આપ્યા હતા. જોકે હવે એપલ દ્વારા ખૂબ જ મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે અને એ છે AI ચેટબોટનું. આ સાથે જ એપલ હવે સિરી, સ્પોટલાઇટ અને સફારીને પણ સુધારવામાં આવી રહ્યું છે. એપલ અત્યાર સુધી ચેટજીપીટીને તેમની પોતાની સિસ્ટમમાં સમાવેશ કર્યો હતો. જોકે હવે તેઓ પોતાનું ચેટબોટ બનાવવા પર ધ્યાન આપી રહ્યા છે.
AI ને ખૂબ જ પ્રાઇવેટ અને સિક્યોર બનાવાશે
એપલ દ્વારા આ માટે એન્જિનિયરને શોધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. એપલ દ્વારા હવે આ ટીમ માટે ટેલેન્ટને પસંદ કરવામાં આવી રહ્યા છે જેથી એપલની તમામ ડિવાઇસ AI પર આધારિત હોય. એપલના ઇનવેસ્ટર્સ ઘણાં સવાલો કરી રહ્યા હતા કે શું એપલ AI માં રસ નથી દાખવતું. જોકે હવે એપલના આ ર્નિણયથી તમામને તેમના જવાબો મળી ગયા હોય એ બની શકે છે.
AI માં એપલ મોડું છે એ વાત સાચી છે, પરંતુ એપલ ક્યારેય કોઈ પણ રેસમાં આંખ બંધ કરીને કૂદી નથી પડતું. એપલ દ્વારા ક્યારેય કોઈ પણ પ્રોડક્ટ માટે પહેલ કરવામાં નથી આવી. તેમ જ એપલ ફોલ્ડેબલ મોબાઇલમાં પણ હજી સુધી નથી આવ્યું.
જોકે એપલ ત્યારે જ આવે છે જ્યારે તેમને જોઈતી હોય એવી ક્વોલિટી તેઓ મેળવી શકે. એપલ દ્વારા AI ને ખૂબ જ પ્રાઇવેટ અને સિક્યોર બનાવવામાં આવી રહ્યું છે.
ચેટજીપીટીથી લઈને દરેક પ્લેટફોર્મ હાલમાં સિક્યોર નથી. ડેટાને લઈને દરેક AI એ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જોકે એપલ દ્વારા હવે જે AI બનાવવામાં આવી રહ્યું છે એ અત્યાર સુધીના દરેક AI થી એકદમ અલગ હશે કારણ કે તે સેફ અને સિક્યોર હશે.