આ મામલે ઈલોન મસ્કની પણ પ્રતિક્રિયા આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
CHATGPT બનાવનાર કંપની OPENAIના એક પૂર્વ કર્મચારી સુચિર બાલાજીના મોત પર સતત સવાલ ઉઠી રહ્યાં છે. સુચિરના માતા પૂર્ણિમા રામારાવે આ મોતની તપાસ અમેરિકન તપાસ એજન્સી FBI પાસે કરાવવાની માંગ કરી છે. તેમની આ માંગ પર X અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કની પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે સુચિર બાલાજીના મોતને આત્મહત્યા ગણાવવા પર મોટો સવાલ ઊભો કર્યો છે.
સુચિરના માતા પૂર્ણિમા રામારાવે કહ્યું છે કે અધિકારીઓએ ભલે મોતનું કારણ આત્મહત્યા ગણાવ્યું છે પરંતુ આ એક ક્રૂર હત્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરીને ઘટનાની FBI તપાસની માંગ કરી અને લખ્યુ કે, ‘અમે એક પ્રાઈવેટ ઈન્વેસ્ટિગેટરને કામ પર રાખ્યા. મોતનું કારણ શું છે. આ માટે તેનાથી મૃતદેહ બીજી વખત પરીક્ષણ કરાવાયું. પ્રાઈવેટ ઈન્વેસ્ટિગેટરનું કહેવું છે કે મોતનું કારણ તે નથી જે પોલીસે ગણાવ્યું છે.’ પોલીસે શરૂઆતી તપાસમાં મોતનું કારણ આત્મહત્યા ગણાવ્યું હતું. તે બાદથી જ સુચિરના માતા આને લઈને સવાલ ઉઠાવી રહ્યાં છે. તેમણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, સુચિરના એપાર્ટમેન્ટમાં તોડફોડ કરવામાં આવી અને બાથરુમમાં સંઘર્ષના નિશાન છે. ખૂનના ડાઘના આધારે એવું લાગી રહ્યું છે કે કોઈએ તેને બાથરૂમમાં માર્યો છે. અમને ન્યાય મેળવવાથી રોકી શકાશે નહીં.
આ પોસ્ટમાં પૂર્ણિમા રામારાવે ઈલોન મસ્ક અને વિવેક રામાસ્વામીને પણ ટેગ કર્યા. આ પોસ્ટ પર ઈલોન મસ્કની પણ કમેન્ટ આવી. તેમણે પોસ્ટને શેર કરતાં લખ્યું, સુચિર બાલાજી CHATGPT બનાવનારી કંપની OPENAI માં કામ કરી ચૂક્યા છે. તેઓ ભારતીય-અમેરિકન મૂળના એન્જિનિયર હતા. OPENAI કંપનીમાં લગભગ ૪ વર્ષ વિતાવ્યા બાદ ઓક્ટોબર ૨૦૨૩માં કંપની છોડી દીધી. OPENAI માં સુચિરે કંપનીની ખાસ પ્રોડક્ટ CHATGPT માટે ડેટા કલેક્ટ કરવામાં યોગદાન આપ્યું. તેઓ લોઅર હાઈટ જિલ્લાના બુકાનન સ્ટ્રીટ એપાર્ટમેન્ટમાં રહેતા હતા.’
૨૬ નવેમ્બરે એન્જિનિયરનો મૃતદેહ મળ્યો હતો પરંતુ મીડિયામાં આ જાણકારી ઘણાં દિવસો બાદ આવી. પોલીસે જણાવ્યું કે શરૂઆતી તપાસમાં તેમને ગરબડના કોઈ પુરાવા મળ્યા નહીં. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ આત્મહત્યાનો કેસ હોઈ શકે છે. સુચિર બાલાજીએ OPENAI કંપની પર કોપીરાઈટથી જોડાયેલા નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.