Last Updated on by Sampurna Samachar
અલકાયદા આતંકી કાવતરા મામલે NIA ના પાંચ રાજ્યોમાં દરોડા
શંકાસ્પદ ડૉક્યૂમેન્ટ જપ્ત કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સાથે સંકળાયેલા અલ-કાયદાના આતંકવાદી કાવતરાના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પાંચ રાજ્યોમાં ૧૦ સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIA ટીમોએ પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા અને ગુજરાત રાજ્યોમાં શંકાસ્પદ અને તેમના સહયોગીઓના સ્થળોની તપાસ કરી હતી. ઘણા ડિજિટલ ઉપકરણો અને ગુનાહિત દસ્તાવેજાે જપ્ત કરવામાં આવ્યા હતા, જેની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.

NIA દ્વારા અલ કાયદા ગુજરાત કેસ મૂળ જૂન ૨૦૨૩ માં વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો હતો. NIA ની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે ચાર બાંગ્લાદેશી નાગરિકો (જેમની ઓળખ મોહમ્મદ સોજીબામિયાન, મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મુન્ના ખાન, અઝરુલ ઇસ્લામ ઉર્ફે જહાંગીર ઉર્ફે આકાશ ખાન અને અબ્દુલ લતીફ ઉર્ફે મોમિનુલ અંસારી તરીકે થાય છે) એ નકલી ભારતીય ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભારતમાં ઘૂસણખોરી કરી હતી. તેમના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે સંબંધો હોવાનું જાણવા મળ્યું છે.
ઘણા માઓવાદી કાર્યકરોની ધરપકડ કરી
આ વ્યક્તિઓ બાંગ્લાદેશમાં અલ કાયદાના કાર્યકરો માટે ભંડોળ એકત્ર કરવા અને ટ્રાન્સફર કરવામાં અને મુસ્લિમ યુવાનોને સક્રિય રીતે પ્રોત્સાહિત કરવામાં પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ૧૦ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ, NIA એ અમદાવાદની NIA સ્પેશિયલ કોર્ટમાં પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી. ભારત અને સરહદ પાર કાર્યરત આતંકવાદી નેટવર્કની હાજરી, લિંક્સ અને નાણાકીય ચેનલો શોધવાના NIA ના પ્રયાસોના ભાગ રૂપે તપાસ ચાલુ છે.
આ જ રીતે, NIA એ તેલંગાણા રાજ્યમાં ત્રણ અલગ અલગ આતંકવાદી કેસોમાં પ્રતિબંધિત CPI (માઓવાદી) ના ૨૧ કાર્યકરો સામે ચાર્જશીટ દાખલ કરી. હૈદરાબાદ સ્થિત દ્ગૈંછ સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં ૨૦ ધરપકડ કરાયેલા આરોપીઓ અને એક ભાગેડુ પર વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ વર્ષના મે મહિનામાં, તેલંગાણા પોલીસે મુલુગુ જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને ઘણા માઓવાદી કાર્યકરોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ઓટોમેટિક એસોલ્ટ રાઇફલ્સ, દારૂગોળો, વિસ્ફોટકો, માઓવાદી સાહિત્ય અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.