Last Updated on by Sampurna Samachar
ગુજરાત યુનિવર્સિટીએ બદલી પરીક્ષાની તારીખ
ચૂંટણીની કામગીરીમાં સ્ટાફ અને બિલ્ડિંગના રોકાણને કારણે આ ર્નિણય લેવો અનિવાર્ય બન્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યનીચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા UG અને PG વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓનાકાર્યક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અંદાજે ૧.૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ પર આ ર્નિણયની સીધીઅસર પડશે.

યુનિવર્સિટીની પરીક્ષા સમિતિ દ્વારા અગાઉ પાંચ ફેઝમાં પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી બેફેઝની પરીક્ષાઓ સમયસર પૂર્ણ થઈ ગઈ છે. જાેકે, બાકીના ત્રણ ફેઝ જેમાં UG (સ્નાતક) અને PG (અનુસ્નાતક) ના મહત્વના સેમેસ્ટર્સનો સમાવેશ થાય છે, તેના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા જાહેર થયેલા કાર્યક્રમ મુજબ
પ્રથમ ફેરફાર: ૧૬ એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ હવે ૧ મે થી શરૂ થશે.
દ્વિતીય ફેરફાર: ૨૪ એપ્રિલની પરીક્ષાઓ હવે ૧૨ મે થી લેવામાં આવશે.
તૃતીય ફેરફાર: ૫ મે ના રોજ યોજાનારી પરીક્ષાઓ હવે ૨૧ મે થી શરૂ થશે.
આ ફેરફારને કારણે આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો અને એજ્યુકેશન જેવી તમામ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓપ્રભાવિત થશે. ખાસ કરીને NEP (નવી શિક્ષણ નીતિ) હેઠળના કોર્સ અને ઇન્ટિગ્રેટેડ કોર્સના વિદ્યાર્થીઓએહવે મે મહિનાની કાળઝાળ ગરમીમાં પરીક્ષા આપવા તૈયાર રહેવું પડશે. બી.એ., બી.કોમ., બી.એસસી. સેમેસ્ટર ૨, ૪ અને ૬ ના વિદ્યાર્થીઓ તેમજ એમ.એ. અને એમ.કોમ.ના વિદ્યાર્થીઓ માટે હવે વાંચવા માટેવધારાનો સમય મળ્યો છે, પરંતુ બીજી તરફ પરિણામો મોડા આવવાની શક્યતા પણ વધી છે.
યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આ રિવાઈઝડ કાર્યક્રમ તમામ સંલગ્ન કોલેજાે અને વિભાગોમાં મોકલી આપ્યોછે. ચૂંટણીની કામગીરીમાં સ્ટાફ અને બિલ્ડિંગના રોકાણને કારણે આ ર્નિણય લેવો અનિવાર્ય બન્યો હતો. પરીક્ષા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, મે મહિનામાં પરીક્ષાઓ લેવા માટે સેન્ટરોની વ્યવસ્થા અનેપાણી–વીજળી જેવી સુવિધાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે.
યુનિવર્સિટી દ્વારા કુલ પાંચ ફેઝમાં પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી બે ફેઝની પરીક્ષા પૂર્ણથઈ ચૂકી છે. પરંતુ ચૂંટણી પ્રક્રિયાને કારણે બાકીના ત્રણ ફેઝની પરીક્ષાઓ હવે એપ્રિલને બદલે મે મહિનામાંયોજાશે. ૧ મે થી શરૂ થતી પરીક્ષાઓ:B.A.,B.Com.,B.Sc,B.B.A, B.C.A.B.R.S.,(સેમેસ્ટર–૪ અને૬)M.A. (સેમેસ્ટર–૩) ઇન્ટિગ્રેટેડ કોર્સ (સેમેસ્ટર–૨, ૪, ૬, ૮, ૧૦)L.L.B (સેમેસ્ટર–૨) અને B.Ed (સેમેસ્ટર–૨)
૨. ૧૨ મે થી શરૂ થતી પરીક્ષાઓ:M.A,M.Com,M.Sc.,M.R.S.M.M.C.J.M.Ed. (સેમેસ્ટર–૨)B.A., B.Com.,B.Sc,B.B.A,B.C.A (સેમેસ્ટર–૨)NEP (ન્યૂ એજ્યુકેશન પોલિસી) હેઠળના UG કોર્સ(સેમેસ્ટર–૪)
૩. ૨૧ મે થી શરૂ થતી પરીક્ષાઓ: NEP હેઠળના UG-PG અને ડિપ્લોમા કોર્સના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ.