કરા અને વીજળી પડવાની શક્યતા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ વરસાદ

રાજસ્થાનના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાન, ઉત્તર પ્રદેશના ૧૦ જિલ્લામાં કરાં પડયાં : ૧૩ રાજ્યોમાં એલટ

(સંપૂર્ણ સમાચાર સેવા)​

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ દેશના હવામાનને અસર થઈ છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી ત્રણેક દિવસ અનેક રાજ્યોમાં વરસાદ, તોફાન અને કરાં પડવાની શક્યતા છે. કમોસમી વરસાદના કારણે ઘણાં રાજ્યોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

ઉત્તર ભારતમાં વીજળી પડવાની ભીતિ હોવાથી એલર્ટ જારી કરાયો છે. જમ્મુશ્રીનગર હાઈવે પર ભૂસ્ખલન થતાં રોડ બંધ થઈ ગયો હતો. તેના કારણે અનેક વાહનો રસ્તા પર ફસાઈગયા હતા.હવામાન વિભાગે ચેતવણી આપી હતી પ્રમાણે દેશના ૪૦ ટકા હિસ્સામાં વરસાદ અને કરાં પડવાની શક્યતા છે.

અનેક રાજ્યોમાં વાતાવરણ પલટાયું

ભારે પવન સાથેનું તોફાન પણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિતના રાજ્યોમાં ત્રાટકી શકે છે. ઉત્તર ભારતમાં વીજળી પડવાની ભીતિ હોવાથી લોકોને વરસાદ થતો હોય ત્યારે ખુલ્લા મેદાનોમાં નીકળવાનીસલાહ આપવામાં આવી છે. બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક સાથે સક્રિય થવાના કારણે દેશના અનેક રાજ્યોમાં વાતાવરણ પલટાયું છે.

રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ ઉપરાંત જમ્મુકાશ્મીર, હિમાચલમાં હળવોથી ભારે વરસાદ પડયો હતો. હજુય આગામી ત્રણ દિવસવરસાદની શક્યતા છે. વરસાદી તોફાન અને વીજળી પડવાથી બે દિવસમાં ૧૫ જેટલા લોકોનાં મોત થઈચૂક્યા છે.

રાજસ્થાનના શ્રીગંગાનગર અને સિકરમાં તેજ વરસાદ સાથે તોફાન ત્રાટક્યું હતું. દિલ્હી અનેહરિયાણાના કેટલાક હિસ્સામાં હળવો વરસાદ થયો હતો. હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, બિહાર, પશ્વિમ બંગાળ, આસામ, મેઘાલય, ઓડિશા અને કર્ણાટકમાં વરસાદ સાથે તોફાનની શક્યતા છે.

આંધ્રપ્રદેશ, તમિલનાડુ, અરૂણાચલ, પુડુચેરીમાં વરસાદ પડશે. રાજસ્થાન, બિહાર, ઝારખંડમાં કરાં પડયા છેઅને હજુય કરાં પડવાની શક્યતા છે. હવામાન વિભાગે ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની સંભાવનાનાપગલે ચેતવણી આપી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.