Last Updated on by Sampurna Samachar
પોલીસે રીક્ષા ચાલક સહિત બંન્ને આરોપીઓને ઝડપ્યા
સોનાની ચેઇન તેમજ રીક્ષા વગેરે કબ્જે લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરમાં બે દિવસ પહેલાં એક વૃદ્ધ મહિલા પાસેથી રૂ. દોઢ લાખની કિંમતના સોનાના ચેઇનની લૂંટ ચલાવાઈ હતી. જે લૂંટના બનાવનો ભેદ સિટી એ. ડિવિઝન પોલીસની ટીમે ઉકેલી નાખ્યો છે, અને ઉપરોક્ત ગુનામાં પોલીસે રીક્ષા ચાલક સહિત બંન્ને આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે તેઓ પાસેથી સોનાની ચેઇન તેમજ રીક્ષા વગેરે કબ્જે લીધા છે.

મળતી માહિતી મુજબ ન્યૂ સાધના કોલોનીમાં રહેતા મણીબેન સમસુદીનભાઇ પુંજાણી નામના ૭૭ વર્ષના વૃદ્ધ મહિલા અને તેમના પતિ ચાલીને જતા હોય ત્યારે પાછળ થી એક અજાણ્યા શખ્સે આવી ફરીયાદી મણિબેનને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી .રૂ.૧,૫૦,૦૦૦ની કિંમતના સોનાના ચેઇનની લૂંટ ચલાવી મણિબેનને ધકો મારી પછાડી દઇ શરીરે મુંઢ તથા છોલછાલની ઇજા કરી હતી.
આરોપીઓને ઝડપી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી
જે આરોપી તેની સાથે આવેલ અન્ય અજાણ્યા શખ્સ સાથે રીક્ષા માં બેસી ને નાશી ગયા હતા. આ અંગે મણિબેનની ફરિયાદ ના આધારે સિટી એ. ડિવિઝન પોલીસે લૂંટ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડાના માર્ગદશન મુજબ પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફ ના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળની આજુ બાજુ ના તેમજ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફુટેઝ જોતા જેમાં આરોપીઓ જે સી.એન.જી. રીક્ષા લઇને આવેલ હતા તેના રજી. નંબર જી જે – ૨૫ – વી ૦૯૦૮ જણાઇ આવ્યું હતું.
આથી ઉપરોક્ત રીક્ષાની વોચ તપાસમાં હતા દરમ્યાન સર્વેલન્સ સ્ટાફ ને સંયુકત રીતે બાતમીદાર થી ચોક્કસ હકિકત મળેલ હોય કે આ સી.એન.જી. રીક્ષા ઠેબા ચોકડી તરફ થી જામનગર તરફ આવે છે. અને રીક્ષા માં બે શખ્સો બેઠેલ છે.
જે હકીકત આધારે વોચમાં રહી સી.એન.જી. ઓટો રીક્ષા સાથે કુલ ૨ આરોપીઓ ને ઝડપી લીધા હતા. અને લૂંટમાં ગયેલો સોનાનો ચેન તથા સી.એન.જી. ઓટો રીક્ષા તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦ અને છરી મળી કુલ મુદામાલ કિ.રૂ . ૩,૦૫,૦૧૦ના મુદામાલ સાથે અતુલ દિલીપભાઇ રાજકોટીયા અને કરણ ઉર્ફે ગઠીયો હિંમતભાઇ સોલંકી જાતે દેવીપુજકની પોલીસે ધરપકડ કરી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.