Last Updated on by Sampurna Samachar
IPL ની ૧૮મી સીઝનમાં પોતાનો પ્રથમ ખિતાબ જીત્યો હતો
પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ આઈપીએલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ખરીદવામાં રસ દાખવ્યો હોવાનુ જાણવા મળી રહ્યુ છે. પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, આગામી થોડા મહિનામાં અમે IPL ની શ્રેષ્ઠ ટીમોમાંથી એક RCB માટે મજબૂત અને સ્પર્ધાત્મક બોલી લગાવીશું.

RCB એ IPL ની ૧૮મી સીઝનમાં પોતાનો પ્રથમ ખિતાબ જીત્યો હતો. રજત પાટીદારની કેપ્ટનશીપમાં ટીમે ફાઈનલમાં પંજાબ કિંગ્સને હરાવીને ઈતિહાસ રચી દીધો હતો. આ જીત બાદ બેંગ્લુરુમાં જશ્નનો માહોલ હતો. RCB હાલમાં યુનાઈટેડ સ્પિરિટ્સની માલિકી વાળી ટીમ છે, જે બ્રિટનની ડિયાજિયોના નિયંત્રણમાં છે.
IPL ઈતિહાસના સૌથી મોટી અને ચર્ચિત ડીલ સાબિત થઈ શકે
જોકે, લાંબા સમયથી આ ફ્રેન્ચાઈઝીના વેચાણની ચર્ચા ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી તેને નકારી કાઢવામાં આવી છે. પરંતુ હવે RCB ની ટાઈટલ જીત, તેના વિશાળ ચાહક વર્ગ અને તાજેતરના વિવાદોને જોતાં માલિકી પરિવર્તનની શક્યતા વધુ પ્રબળ દેખાઈ રહી છે. પૂનાવાલાની રાઈટ વેલ્યુએશન વાળી પોસ્ટ પણ આ જ દિશામાં સંકેત આપી રહી છે.
વર્તમાનમાં IPL વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સ્પોર્ટ્સ લીગ બની ગઈ છે. દરેક સીઝનમાં ટીમ વેલ્યુએશન વધી રહ્યું છે. તાજેતરમાં જ ગુજરાત ટાઇટન્સની માલિકીના માળખામાં ફેરફાર જાેવા મળ્યો, જેમાં ટોરેન્ટ ગ્રુપે ૬૭% હિસ્સો ખરીદ્યો, જ્યારે ઈરેલિયા પાસે ૩૩% હિસ્સો યથાવત રહ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં જો RCB જેવી લોકપ્રિય ટીમ વેચાય છે, તો તે ન માત્ર વેલ્યુએશનને નવી ઊંચાઈએ લઈ જશે, પરંતુ બધી ટીમોના વેલ્યુએશન માટે એક નવો ધોરણ પણ નક્કી કરશે.
એક તરફ જ્યાં RCB ની જીતે તેના ચાહકોને ગર્વ અને ખુશી આપી, તો બીજી તરફ જશ્ન દરમિયાન થયેલી ત્રાસદીએ ટીમની છબીને પણ કલંકિત કરી હતી. હવે, અદાર પૂનાવાલા અને લલિત મોદી જેવા મોટા નામોના નિવેદનોએ એ વાતને વધુ હવા આપી છે કે નજીકના ભવિષ્યમાં RCB ની માલિકી બદલાઈ શકે છે. જો આવું થાય તો તે IPL ઈતિહાસના સૌથી મોટી અને ચર્ચિત ડીલ સાબિત થઈ શકે છે.