કેન્દ્ર સરકારે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે ર્નિણય લેવો પડશે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૧૦ દિવસની અંદર કોર્ટને જાણ કરવી પડશે

રાહુલ ગાંધીની નાગરિકતા શંકાસ્પદ

(સંપૂર્ણ સમાચાર સેવા)

રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતાને પડકારતી અરજી પર ઉત્તરપ્રદેશ હાઈકોર્ટની બેન્ચમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન, હાઇકોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ અહેવાલ આપવા કહ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે, માત્ર એ રિપોર્ટ આપો કે, રાહુલ ગાંધી નાગરિક છે કે નહીં. કોર્ટે આ માટે કેન્દ્ર સરકારને ૧૦ દિવસનો સમય આપ્યો છે. કેન્દ્ર સરકારે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે ર્નિણય લેવો પડશે અને ૧૦ દિવસની અંદર કોર્ટને જાણ કરવી પડશે. આ કેસની આગામી સુનાવણી ૫ મેના રોજ થશે.

કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કોર્ટે તેને પૂરતું માન્યું નહીં. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાહુલ ગાંધીની નાગરિકતા શંકાસ્પદ છે. આ આધારે, તેમના લોકસભા સભ્યપદને પણ પડકારવામાં આવ્યું છે. આ બાબતને ગંભીરતાથી લેતા, હાઈકોર્ટની લખનઉં બેન્ચે કેન્દ્ર સરકારને ૧૦ દિવસમાં તથ્યો સાથે જવાબ આપવા કહ્યું છે. રાહુલ ગાંધી પર બ્રિટનની બેવડી નાગરિકતા હોવાનો આરોપ છે અને આ પ્રશ્ન ઘણા વર્ષોથી ચર્ચામાં છે.

આગામી સુનાવણી ૫ મેના રોજ થશે

આ મુદ્દે એક PIL દાખલ કરવામાં આવી છે. ૨૦૧૯ માં, સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના બેવડી નાગરિકતાના આરોપોને ફગાવી દીધા હતા. કોર્ટે કહ્યું હતું કે, કંપનીના દસ્તાવેજોમાં ફક્ત બ્રિટિશ નાગરિકતાનો ઉલ્લેખ કરવાથી રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક બની જતા નથી. આ મામલે ૨૦૨૪ અને ૨૦૨૫માં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉં બેન્ચમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

અરજદાર એસ. વિગ્નેશ શિશિરે દાવો કર્યો હતો કે, તેમની પાસે બ્રિટિશ સરકારના દસ્તાવેજો અને ઇમેઇલ્સ છે, જે રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા સાબિત કરે છે. આ કેસમાં સુનાવણી થઈ હતી. કોર્ટે ગૃહ મંત્રાલય પાસેથી આ અંગે સ્પષ્ટ રિપોર્ટ માંગ્યો છે અને કેસની આગામી સુનાવણી ૫ મેના રોજ થશે. આ મામલો ૨૦૧૯ માં ચર્ચામાં આવ્યો હતો, જ્યારે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીએ બ્રિટિશ કંપની બેકઓપ્સ લિમિટેડના દસ્તાવેજોમાં તેમની રાષ્ટ્રીયતા બ્રિટિશ તરીકે જાહેર કરી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.