LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની પ્રેસ કોન્ફરન્સ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ઓઇલ-ગેસનો પૂરતો સ્ટોક, કાળાબજારીઓ પર થશે કાર્યવાહી

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ ગભરાટમાં આવીને પૅનિક બુકિંગ ન કરવા અપીલ કરી

(સંપૂર્ણ સમાચાર સેવા)​

મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઉર્જા સંકટની આશંકાઓ વચ્ચે ભારતમાં ગેસ સિલિન્ડરની અછત અંગે અનેક અફવાઓ ઉડી રહી છે. આ સ્થિતિ સ્પષ્ટ કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી દેશવાસીઓને ગભરાટમાં આવીને પૅનિક બુકિંગ ન કરવા માટે અપીલ કરી છે.

A delivery staff unloads liquefied petroleum gas (LPG) cylinders from a truck at a distribution point in Mumbai on March 10, 2026. Oil prices tanked and equities rallied on March 10, following a wild day of swings that came after Donald Trump said the US-Israel war on Iran would be ending earlier than thought. Trump also said he would waive some Ukraine war-linked sanctions on Russian oil sales to India, with White House officials reassuring G7 partners that the move would only be temporary. (Photo by Indranil MUKHERJEE / AFP)

સુજાતા શર્માએ જણાવ્યું કે, “દેશમાં સરેરાશ દરરોજ ૫૦ થી ૫૫ લાખ સિલિન્ડરનું બુકિંગ થતું હોય છે, પરંતુ અફવાઓને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં આ આંકડો વધીને ૭૫-૭૬ લાખ સુધી પહોંચી ગયો છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે, પુરવઠો પૂરતો છે, માત્ર લોકો જરૂર કરતા વધારે બુકિંગ કરી રહ્યા હોવાથી સિસ્ટમ પર દબાણ વધી રહ્યું છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠક

ઓઈલ માર્કેટિંગ કંપનીઓના કોલ સેન્ટરમાં સીટો વધારીને ૪૦૦ કરવામાં આવી છે અને ટેલિફોન લાઈનોની સંખ્યા ૫૦ કરાઈ છે, જેથી લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે.પેટ્રોલિયમ મંત્રાલય અને કન્ઝ્યુમર અફેર્સ વિભાગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠક યોજી છે. સંગ્રહખોરી અને બ્લેક માર્કેટિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પ્રશાસન, DM અને SP સૂચના અપાઈ છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.

દેશભરમાં ગેરકાયદે સ્ટોરેજ અને ચોરી સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. ઝાંસીમાં સિલિન્ડર ભરેલો ચોરાયેલો ટ્રક પોલીસે શોધી કાઢ્યો છે, જ્યારે હાપુડમાં ગેરકાયદે સિલિન્ડર ઝડપાતા ગોદામ સીલ કરાયું છે. ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગે અનેક સ્થળોએ દરોડા પાડી ગેરકાયદે સ્ટોર કરેલા સિલિન્ડરો જપ્ત કર્યા છે.

“અફવાઓ પર વિશ્વાસ ન કરો. દેશમાં ફ્યુઅલ સપ્લાય સતત ચાલુ છે અને રાજ્ય સરકારો સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાત મુજબ જ બુકિંગ કરાવો જેથી દરેક નાગરિક સુધી ગેસ પહોંચી શકે.”

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.