સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા ૨૩ ઔદ્યોગિક એકમો એકલા ગુજરાતમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
શુદ્ધ પાણી હવે એક માત્ર કલ્પના બની ગઈ છે. માનવ વસ્તી વધતી ગઈ તેમ તેમ કુદરતી સંસાધનોનો ઉપયોગ વધતો ગયો. પીવાના પાણી માટે લોકો નદીના પાણીનો ભરપૂર વપરાશ કરે છે. પરંતુ ઔદ્યોગિક વિકાસની દોડમાં નદીનો સમયાંતરે બેફામ ઉપયોગ થવા લાગ્યો. આજે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ઔદ્યોગિક એકમો સ્થાપવાની દોડમાં કુદરતી સંસાધનોને ભારે નુકસાન થવા લાગ્યું છે.
છેલ્લા અનેક દાયકાઓથી રાજ્ય અને કેન્દ્ર સરકારે અબજો રૂપિયા ખર્ચ્યા છે. વર્ષોથી પ્રદૂષિત નદીઓની સફાઈ કરવાના દાવા કરવામાં આવ્યા છે, કેટલાય પ્રોજેક્ટ્સ, યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી નદી ચોખ્ખી થઈ નથી. ગુજરાતમાં ૧૩ નદીઓમાં ભારે પ્રદૂષણ જોવા મળ્યું છે.
આંકડા મુજબ, સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા ૨૩ ઔદ્યોગિક એકમો એકલા ગુજરાતમાં છે. વધુમાં, ૩ એકમો તો પર્યાવરણના એક પણ નિયમોનું પાલન કરતા નથી. તંત્ર માત્ર એકમોને નોટિસ પાઠવતી જોવા મળી છે, પરંતુ સખ્ત કાર્યવાહી કરવામાં હજુ ઘણી પાછળ છે તેમ જણાઈ રહ્યું છે. કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં ૨૭૯ નદીઓના ૩૧૧ જેટલા ભાગોમાં પ્રદૂષણ એટલું બધુ જાેવા મળ્યું છે કે અહીં કોઈ નદી વહે છે કે કેમ તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે.
લોકસભામાં ૨૦૨૨માં પર્યાવરણ અને વન મંત્રાલયે પ્રશ્નોતરીમાં ઉત્તર આપ્યો હતો. આ જવાબ જણાવવામાં આવ્યું હતું કે શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ જવાબદાર છે. તેમજ એકમોનું ગંદુ પાણી નદીઓમાં છોડાતા ડ્રેનેજ લાઈન અને ઉદ્યોગોના દૂષિત પાણીનો નિકાલ નદીઓ પ્રદૂષિત થવા પાછળનું મુખ્ય કારણ છે. કિનારા પરના દબાણો અને પ્રદૂષણ સહિતના અન્ય નદીઓના જળને કારણે પણ નદીઓ ગંદી થવા પાછળનું કારણ આપવામાં આવ્યું હતું. સરકારે નદીનું શુદ્ધિકરણ કરવા એક્શન પ્લાન બનાવ્યો હતો. નદીને પ્રદૂષિત થતી અટકાવવા સરકારે અનેક પગલા લીધા હોવાનો પણ દાવો કર્યો છે ત્યારે પરંતુ હજુ કેટલા પગલા લેવાયા છે તે એક સવાલ છે. ૨ એકમો તો ઉદ્યોગ સંચાલકોએ જાતે બંધ કરી દીદા હોવાનું જણાવ્યું હતું. પર્યાવરણ મંત્રાલયે ૨૦ એકમો પર્યાવરણના નિર્ધાર કરાયેલા માપદંડોનું યોગ્ય રીતે પાલન કરી રહ્યા હોવાનું દાવો કરી રહ્યાં છે.