Last Updated on by Sampurna Samachar
CCPA એ ગેરમાર્ગે દોરતી જાહેરાતો બદલ વિવિધ કોચિંગ સેન્ટરોને ૪૫ નોટિસ ફટકારી
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે CCPA
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગ્રાહક બાબતોનો વિભાગ પ્રગતિશીલ કાયદાઓ ઘડીને ગ્રાહક સુરક્ષા અને ગ્રાહકોના સશક્તીકરણ માટે સતત કામ કરી રહ્યું છે. વૈશ્વિકરણ, ટેકનોલોજી, ઈ-કોમર્સ બજારો વગેરેના નવા યુગમાં ગ્રાહક સુરક્ષાને સંચાલિત માળખાને આધુનિક બનાવવાના હેતુથી ગ્રાહક સુરક્ષા ધારો, ૧૯૮૬ નાબૂદ કરવામાં આવ્યો હતો અને ગ્રાહક સુરક્ષા ધારો, ૨૦૧૯ ઘડવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA )ની સ્થાપના ગ્રાહક સુરક્ષા ધારા, ૨૦૧૯ની કલમ-૧૦ હેઠળ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ ગ્રાહકોનાં અધિકારોનાં ઉલ્લંઘન, અયોગ્ય વેપાર પદ્ધતિઓ અને ખોટી કે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો સાથે સંબંધિત બાબતોનું નિયમન કરવાનો છે, જે એક વર્ગ તરીકે ગ્રાહકોનાં અધિકારોને પ્રોત્સાહન આપવા, તેનું રક્ષણ કરવા અને તેનો અમલ કરવા માટે જાહેર જનતા અને ઉપભોક્તાઓનાં હિત માટે પ્રતિકૂળ છે.
૧૩ મી નવેમ્બરના રોજ CCPA એ કોચિંગ સેક્ટરમાં ગેરમાર્ગે દોરનારી જાહેરાતો નિવારણ માટે માર્ગદર્શિકા જારી કરી છે. જેથી કોચિંગ સેન્ટરોને માલ અથવા સેવાના વેચાણને પ્રોત્સાહન આપવા માટે ખોટા અથવા ગેરમાર્ગે દોરતા દાવાઓ / જાહેરાતો કરવાથી અટકાવી શકાય અને ભ્રામક અથવા અયોગ્ય વ્યવહારોમાં સામેલ ન થાય. ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા માટે સીસીપીએએ ગેરમાર્ગે દોરતી જાહેરાતો બદલ વિવિધ કોચિંગ સેન્ટરોને ૪૫ નોટિસ ફટકારી છે. CCPA એ ૧૯ કોચિંગ સંસ્થાઓને ૬૧,૬૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેમને ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને અયોગ્ય વેપાર પદ્ધતિઓ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા સંચાલિત નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) કેસ પૂર્વેના તબક્કે તેમની ફરિયાદના નિવારણ માટે દેશભરના ગ્રાહકો સુધી પહોંચના એક જ બિંદુ તરીકે ઉભરી આવી છે. ગ્રાહકો ટોલ-ફ્રી નંબર ૧૯૧૫ દ્વારા ૧૭ ભાષાઓમાં દેશભરમાંથી તેમની ફરિયાદો નોંધાવી શકે છે. આ ફરિયાદોને તેમની અનુકૂળતા મુજબ વિવિધ ચેનલો – વોટ્સએપ, SMS , મેઇલ, NCH એપ્લિકેશન, વેબ પોર્ટલ, ઉમંગ એપ્લિકેશન દ્વારા ઓમ્ની-ચેનલ IT સક્ષમ સેન્ટ્રલ પોર્ટલ ઇન્ટિગ્રેટેડ ફરિયાદ નિવારણ મિકેનિઝમ પર નોંધણી કરાવી શકાય છે.
૧૦૦૪ કંપનીઓ, જેમણે ‘કન્વર્જન્સ’ પ્રોગ્રામના ભાગરૂપે સ્વૈચ્છિક રીતે એનસીએચ સાથે ભાગીદારી કરી છે, તેઓ આ ફરિયાદોને તેમની નિવારણ પ્રક્રિયા અનુસાર સીધો પ્રતિસાદ આપે છે, અને પોર્ટલ પર ફરિયાદીને પ્રતિસાદ આપીને પરત ફરે છે. જે કંપનીઓએ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન સાથે ભાગીદારી કરી નથી, તેમની સામેની ફરિયાદોને નિવારણ માટે કંપનીના ઇમેઇલ આઇડી પર મોકલવામાં આવે છે.
નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન મારફતે ગ્રાહક બાબતોના વિભાગે યુપીએસસી સિવિલ સર્વિસીસ, આઇઆઇટી અને અન્ય પ્રવેશ પરીક્ષાઓ માટે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અને ઉમેદવારોને ન્યાય સુનિશ્ચિત કરવા માટે પ્રિ-લિટિગેશન તબક્કે સફળતાપૂર્વક હસ્તક્ષેપ કર્યો છે. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં વિવિધ કોચિંગ સેન્ટરો દ્વારા ગેરવાજબી પદ્ધતિઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓ/ઉમેદવારોની નોંધણી ફી પરત ન કરવા અંગે નોંધાયેલી અસંખ્ય ફરિયાદોને પગલે, એન.સી.એચ.એ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રૂ.૧.૧૫ કરોડનું કુલ રિફંડ મળી રહે તે માટે મિશન-મોડ પર આ ફરિયાદોનું નિરાકરણ લાવવાની ઝુંબેશ શરૂ કરી હતી. આ માહિતી કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી બી. એલ. વર્માએ આજે રાજ્યસભામાં એક લેખિત ઉત્તરમાં આપી હતી.