Last Updated on by Sampurna Samachar
દૂધ મંડળીના ઓડિટ રિપોર્ટ માટે ઓડિટર અને ખાનગી પ્રજાજન રૂ.૧૫ હજારની લાંચ લેતા ઝડપાયા
ફરીયાદી જાગૃત નાગરિકે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો અને ACBએ છટકું ગોઠવી ઓડિટરને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાપીના ઉંચામાળ ગામ પાસે જાહેર રોડ પરથી રંગેહાથ ઝડપ્યા છે અને છઝ્રમ્એ રૂ.૧૫ હજારની લાંચની રકમ રિકવર કરી છે, ફરીયાદી જાગૃત નાગરિકે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો અને ACBએ છટકું ગોઠવી ઓડિટરને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો છે.

આરોપી
૦૧-ધર્મેશકુમાર રતિલાલ વસાવા, ઓડિટર ગ્રેડ-૨ (મિલ્ક) સોનગઢ, વર્ગ-૩, સ્પે.ઓડિટર, મિલ્ક ઓડિટ ઓફિસ, નાનપુરા, સુરત,
૦૨-જેતલકુમાર સુજીતભાઇ ગામીત, પ્રજાજન
લાંચની માંગણીની રકમ : ૧૫ હજાર રૂપિયા
લાંચ સ્વીકારેલ રકમ :૧૫ હજાર રૂપિયા
ખાનગી પ્રજાજન રૂ.૧૫ હજારની લાંચ લેતા ઝડપાયા
આ કામના ફરીયાદીના ગામની દૂધ મંડળીનુ વર્ષ-૨૦૨૪-૨૦૨૫ ના નાણાકીય વર્ષનુ ઓડિટ કરવા માટે સ્પેશ્યલ ઓડિટર ઓડિટ કાર્યાલય, સુરતના ઓડિટર આક્ષેપિત નં.(૧) નાએ ગત માસમાં ઓડિટ કરી, ક્ષતિ રહીત રીપોર્ટ આપેલ હતો, જે ઓડિટ કરેલ રીપોર્ટના અવેજ પેટે ફરીયાદી પાસે આક્ષેપિત નં.(૧) નાએ રૂ.૧૫,૦૦૦/- લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી, ફરીયાદ આપેલ.
જે ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરેલ. જે લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિત નં.(૧) નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આક્ષેપિત નં.(૨) નાઓને લાંચની રકમ રૂ.૧૫,૦૦૦/- આપવા જણાવેલ. જે લાંચની રકમ આક્ષેપિત નં.(૨) નાઓએ સ્વીકારી, બંન્ને આક્ષેપિતો પકડાઇ જઇ, ગુનો કર્યા વિગેરે બાબત.