રાજકારણ

નવા રાજકારણ સમાચાર

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર લગાવેલા આરોપ હજુ સત્તાવાર નહી

૨૭૨ સેલિબ્રિટીઓએ પત્ર લખી રાહુલ પર લગાવ્યો આરોપ…

By Sampurna Samachar

નીતિશ કુમાર ૧૦ મી વખત બિહારની બાગડોર સંભાળશે

નીતિશ કુમારે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું ફરી JDU ના…

By Sampurna Samachar

EVM   અંગેના નિવેદનથી બિહાર ચૂંટણી બાદ રાજકીય ગરમાવો

ચૂંટણીમાં RJD ને આવી દુર્દશાનો સામનો કરવો પડશે…

By Sampurna Samachar

મહારાષ્ટ્ર રાજકારણમાં બિહાર ચૂંટણીને કારણે ગરમાવો

BMC ચૂંટણી એકલા હાથે લડશે , કોંગ્રેસે જાહેરાત…

By Sampurna Samachar

બિહારની રાજનિતીનો સ્તંભ ગણાતા લાલુ પરિવારમાં વિખવાદ

તેજ પ્રતાપ અને રોહિણીએ સંબંધ તોડ્યા નવી પાર્ટીની…

By Sampurna Samachar

‘મેં મારા પિતાને મારી કિડની દાન કરીને ભૂલ કરી’

બિહાર ચૂંટણી બાદ લાલુ પરિવારમાં તિરાડ પડી પુત્રી…

By Sampurna Samachar

“અલ્પેશ ઠાકોર નાયબ મુખ્યમંત્રી ન બનતા અમને દુ:ખ થયું “

ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો નિવદનથી ગુજરાતની…

By Sampurna Samachar

કોંગ્રેસે પોતાના સંગઠન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું આરજેડી અને…

By Sampurna Samachar

બિહારમાં ગરીબી, બેરોજગારી અને સ્થળાંતર ચરમસીમાએ પહોંચ્યું તેજસ્વી યાદવે મોદી પર પણ આકરા પ્રહાર કર્યા ચૂંટણીમાં જનતા દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવશે (સંપૂર્ણ સમાચાર સેવા) પટણા, તા.૧૦ આરજેડી નેતા તેજસ્વી યાદવે બિહારમાં બીજા તબક્કાના મતદાનના એક દિવસ અગાઉ યોજેલી એક પ્રેસ કોન્ફરન્સમાં એનડીએ સરકાર પર નિશાન સાધ્યું અને અનેક આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે, ૨૦ વર્ષ સુધી ચાલેલી સરકાર દરમિયાન બિહારમાં ગરીબી, બેરોજગારી અને સ્થળાંતર ચરમસીમાએ પહોંચ્યું છે. આટલા લાંબા સમયમાં અહીં નવી ફેક્ટરીઓ કે ઉદ્યોગોની સ્થાપના થઈ નથી, જેના કારણે લોકોને રોજગાર મળી શક્યો નથી. તેજસ્વીએ દાવો કર્યો કે જો ડબલ એન્જિન સરકારની ઇચ્છા હોત તો બિહાર ૨૦ વર્ષમાં દેશમાં પ્રથમ ક્રમાંક પર આવી શક્યું હોત. તેજસ્વી યાદવે વધુમાં કહ્યું કે, અમિત શાહ બિહારને વસાહતી રાજ્ય બનાવવા માંગે છે, જ્યાં બહારના લોકો કબજો કરી લે. પરંતુ, અમે બિહારીઓ આ થવા નહીં દઈએ. આ ચૂંટણીમાં જનતા દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવશે. ભાજપ જેટલું પાપ કરશે, ચૂંટણી પંચ સૌને ધોઈ નાખવાનું કામ કરશે તેજસ્વી યાદવે ટિપ્પણી કરી કે, વડાપ્રધાન મોદી બિહારમાં જે વાતો કરી રહ્યા છે, તે જો તેમણે ગુજરાતમાં કરી હોત તો વધુ યોગ્ય ગણાત. તેમની પાસે ન કોઈ વિઝન છે, ન કોઈ રોડમેપ. તેઓ માત્ર ખોટા વચનો આપી રહ્યા છે. વડાપ્રધાન પાસે આટલો બધો ફુરસતનો સમય ક્યાંથી આવ્યો? તેઓ હાલમાં કઈ વેબ સિરીઝ જોઈ રહ્યા છે? વધુમાં તેમણે કહ્યું, મેં બિહારમાં લાખો પેન (શિક્ષણ માટે) અને નોકરીઓ વહેંચી, પરંતુ વડાપ્રધાનને તે દેખાયું નથી. તેમને દિલીપ જયસ્વાલ, સમ્રાટ ચૌધરી અને મંગલ પાંડેનો કૌભાંડ પણ દેખાતો નથી. પીએમ પર સીધો હુમલો કરતા તેમણે સવાલ કર્યો, તમે કુખ્યાત ગુનેગારો સાથે મંચ શેર કરો છો, શું તેઓ તમને સાધુ-મહાત્મા જેવા લાગે છે? તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન દ્વારા સૃજન કૌભાંડના આરોપી બિપિન શર્માને એરપોર્ટ પર બોલાવીને તેમની પીઠ થપથપાવવામાં આવી હતી. તમારા કહેવામાં અને કરવામાં મોટું અંતર છે. આ ઘટનાઓને કારણે, તમને બિહાર આવતા શરમ આવવી જોઈએ. તેજસ્વીએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે, કુલ પોલીસ ઓબ્ઝર્વરમાંથી ૬૮ ટકા નિરીક્ષકો ભાજપ શાસિત રાજ્યોમાંથી છે. આ ઉપરાંત, સ્ટ્રોંગ રૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ વારંવાર બંધ થઈ રહ્યા છે. ચૂંટણીની સુરક્ષા માટે આવેલી ૨૦૮ કંપનીઓ પણ ભાજપ શાસિત રાજ્યોમાંથી જ લાવવામાં આવી છે. એવું લાગે છે કે ભાજપ જેટલું પાપ કરશે, ચૂંટણી પંચ તે બધાને ધોઈ નાખવાનું કામ કરશે. ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવતા તેજસ્વી યાદવે પૂછ્યું કે, મતદાનના આંકડા કેમ છુપાવવામાં આવી રહ્યા છે અને કેટલા પુરુષો-મહિલાઓએ મતદાન કર્યું તેની માહિતી જાહેર કેમ થતી નથી? તેમણે કટાક્ષ કર્યો કે, શું આ મજાક છે? પીએમ મોદી અને અમિત શાહના જમાનામાં ચૂંટણી પંચ ઠપ થઈ ગયું છે.

તેજસ્વી યાદવે મોદી પર પણ આકરા પ્રહાર કર્યા…

By Sampurna Samachar